મોત માટે જવાબદાર ચોક્કસ પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે જ્યોર્જિયન ગૃહમંત્રાયલ હજુ પણ ફોરેન્સિક નિષ્ણાંતો સાથે સહયોગ આપી રહ્યું છે. પરંતું શરૂઆતની તપાસમાં જનરેટરનાં ઉપયોગથી કાર્બન મોનોક્સાઈડ ફેલાવાનાં કારણે શ્વાલ લેવામાં આવેલ અવરોધને મૃત્યુનું કારણ માનવામાં આવી રહ્યું છે.
જ્યોર્જિયાના એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ગુદૌરી સ્કી રિસોર્ટ નામની ભારતીય રેસ્ટોરન્ટમાંથી 12 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 11 વિદેશી અને એક જ્યોર્જિયન નાગરિકનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, મૃતકોના મૃતદેહ રેસ્ટોરન્ટના રૂમમાંથી મળી આવ્યા હતા જ્યાં કર્મચારીઓ સૂતા હતા.
Post Views: 76