April 8, 2025 12:06 pm

છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલો વધારો, નાણાં વિભાગનો સત્તાવાર પરિપત્ર

છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરાયો, નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર

ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરાયો છે. અત્રે જણાવીએ કે, પાંચ માસની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી માસમાં ચૂકવાશે. જે નિર્ણયને લઈ નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે.

5 માસના તફાવતની રકમ ચુકવાશે

પરિપત્રમાં જણાવ્યું છે કે, ”નાણા વિભાગના તા.04/07/2024ના સરકારી ઠરાવથી છઠ્ઠા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને તા.01/01/2024ની અસરથી 239% મુજબ મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. પુખ્ત વિચારણા બાદ, રાજ્ય સરકારે છઠ્ઠા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં તા.01/07/2024થી નીચે મુજબ વધારો કરીને ચૂકવવાનું નક્કી કરેલ છે. કર્મચારીઓના કિસ્સામાં, ડીસેમ્બર-2024 માસથી 246% મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સુચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-2024 થી નવેમ્બર-2024 માસ સુધીના કુલ- 5 માસના તફાવતની રકમ ડીસેમ્બર માસના પગાર સાથે(પેઈડ ઈન જાન્યુઆરી-2025) ચુકવવાની રહેશે”

બિન-સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે !

વધુમાં પરિપત્રમાં જણાવ્યું કે, ”રાજ્ય સરકાર હેઠળના પેન્શનરોના કિસ્સામાં, જુલાઈ-2024થી નવેમ્બર-2024સુધીના કુલ- 5 માસના સમયગાળાની મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર જણાવ્યા મુજબ ચુકવવાની રહેશે. મોંઘવારી ભથ્થામાં 50 (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણત્રીમાં લેવામાં આવશે નહીં. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી બિન-સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- 2009 હેઠળના પગારધોરણમાં પગાર મેળવતા હોય તેઓને આ ઠરાવની જોગવાઈ મુજબ વધારો મળવાપાત્ર થશે”.

”પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ વ્યક્તિઓને તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓને આપવામાં આવશે. તે જ પ્રમાણે પંચાયતો, સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓએ તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન-સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ તે જ પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે, આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ”

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE