આગામી 3 દિવસ ઠંડી વધવાની સંભાવનાં નહિવત છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નલિયા સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ રાહતની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં નલિયામાં 8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે. તેમજ માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઠંડીનો ચમકારો હજુ યથાવત
હવામાન વિભાગે ઠંડી ને લઈને આગાહી કરી છે. જ્યાં આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરાઈ છે. જેને લઈને ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે.
નલિયામાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર રહ્યું
ઉલ્લેખનીય છે કે નલિયામાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર રહ્યું. આ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે જેને લઈને ઠંડી અનુભવાશે. આ સાથે જ દક્ષિણ અને પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર પવનની ગતિમાં વર્તાઈ રહી હોવાની અને આજે કોઈપણ શહેરમાં કોલ્ડ વેવ ની આગાહી નહિ હોવાની પણ માહિત હવામાન વિભાગે જાહેર કરી છે.
અમદાવાદ શહેરની 451 શાળાઓનાં સમયમાં ફેરફારનો અમલ શરૂ કરાયો છે. આગામી તા. 15 જાન્યુઆરી સુધી શાળાઓનો સમય સવારે 7.55 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઠંડીનું જોર વધી રહ્યું હોવાથી વાલીઓએ શાળાઓનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆત બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.