અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી, કાર્તિક પટેલ હજી પણ ફરાર
ખ્યાતિકાંડ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર હોસ્પિટલના પાર્ટનર એવા રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે આ આઠમી ધરપકડ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આ પહેલા સાત આરોપીઓને ઝડપી ચૂકી છે. જ્યારે કાર્તિક પટેલ હજી પણ ફરાર છે. જે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.
ખ્યાતિકાંડના ઝડપાયેલા આરોપીઓ
- ડો. પ્રશાંત વઝીરાણી
- ચિરાગ હીરાસિંહ બગીસિંહ રાજપૂત
- મિલિન્દ કનુભાઈ અમરતલાલ પટેલ
- રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન
- પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ
- પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ
- ડો. સંજય પટોળિયા
- રાજશ્રી કોઠારી
ફરાર આરોપી કાર્તિક પટેલ
શું હતો સમગ્ર મામલો? અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ આઠ આરોપીને દબોચી લીધા છે, જ્યારે કાર્તિક પટેલ હજી પણ ફરાર છે. જેનું છેલ્લુ લોકેશન દુબઈમાં મળ્યું હતું. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)