આશિષકુમાર.આર.પાધ્યા(સિદ્ધપુર)
ધાર્મિક નગરી સિદ્ધપુર મા સર્વે પિતૃઓ ના મોક્ષાર્થે તથા જનકલ્યાણ અર્થે શ્રીસનાતન સેવા સમિતિ સિદ્ધપુર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ નો શુભારંભ થતા શહેરની સર્વ સનાતન ધર્મ પ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે ૯ : ૦૦ કલાક થી ૧૨ :૦૦ સુધી શ્રી ભાગવતજી ના ૧૮ હજાર શ્લોકોનું સંસ્કૃત ભાષામાં પારાયણ ના પાઠ નું પઠાણ તેમજ બપોરે ૧:૩૦ થી સાંજના ૫ :૩૦ ના સમય ગાળા દરમિયાન પવિત્ર સરસ્વતિ નદીના કિનારે સ્થિત ઐતિહાસિક માધુ પાવડિયા ઘાટ ઉપર શ્રીગોગા મહારાજ ના ઉત્પત્તિ સ્થાનક શ્રીમોક્ષ પીપળાના સાનિધ્યમા શ્રીભૂતનાથ મહાદેવ બાપના પ્રાંગણમા શ્રીદંડી સન્યાસી શ્રી વ્રજેશ્વરાશ્રમજી ગુરુજી મહારાજ ( ઋષિ કુલમ વેદ વિદ્યાલય ,મધ્ય પ્રદેશ) વ્યાસ પીઠ ઉપરથી શ્રીમદ્ ભાગવત કથાનું વૈદિક વિધિ વિધાનથી રસપાન કરાવી રહ્યા છે. સાથે બીજા દંડી સન્યાસીઓ ના સાનિધ્ય મા સિદ્ધપુર ની સનાતન ધર્મ પ્રેમી જનતા ખુબજ ઉત્સાહ થી મોટી સંખ્યામાં ભગલાઈ ધન્યાની અનુભૂતિ કરી રહી છે.. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ નો વિરામ તા. ૧૨/૧૨/૨૦૨૪ ને ગુરુવાર ના રોજ સાંજે ૫:૦૦ વાગે થશે, ત્યાર બાદ સ્વયંભૂ શ્રીબ્રહ્માંડેશ્વર મહાદેવ બાપાના મંદિર પરિસર ના પ્રાંગણ મા સર્વે સનાતની શ્રોતા ગણ સહિત સમસ્ત સનાતની જનતા ને ભંડારા ના ભોજન પ્રસાદી લેવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.