ભારતીય તેલ કંપનીઓએ આજે 11 ડિસેમ્બર 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. જેમાં નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે 11 ડિસેમ્બર, 2024ની વાત કરીએ તો સવારના સમયે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $72.49 પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $68.89 પર ટ્રેડ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. ભારતીય તેલ કંપનીઓના લેટેસ્ટ અપડેટ મુજબ આજે ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય તેલ કંપનીઓએ આજે 11 ડિસેમ્બર 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?
આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. આ સિવાય કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.
એસએમએસ દ્વારા ભાવ જાણો
રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે, વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.