જુનાગઢનાં માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માત થતા કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો. અકસ્માતમાં 7 લોકોનાં મૃત્યું થયા હોવાનાં સમાચાર મળી રહ્યા છે.
જુનાગઢનાં માળિયા હાટીનાં પાસે સવારનાં સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો. બાટલો ફાટતા આસપાસનાં ઝૂંપડાઓમાં આગ લાગી હતી. અકસ્માત અને આગની દુર્ઘટનામાં 7 લોકોનાં મૃત્યું થયા હતા.અકસ્માતમા હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે.
ભંડરી ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત થયો
જૂનાગઢમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોનાં મોત નિપજ્યા છે. વેરાવળ હાઈવે પર ભંડરી ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો. એક કારમાં 5 કોલેજનાં વિદ્યાર્થીઓ અને બીજી કારમાં 2 લોકો સવાર હતા. 5 વિદ્યાર્થી ગડુ ગામ નજીકથી કોલેજની પરીક્ષા આપવા જતા હતા. બીજી કારનાં મૃતકો જાનુડા ગામનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
ત્યારે પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. બંને કાર વચ્ચે અકસ્માત થયા બાદ કારમાંથી ગેસનો ટેક બહાર નીકળતા આગ લાગી હતી. એક કાર રોડ નજીકનાં ઝૂંપડામાં ઘૂસી ગઈ હતી. ઝૂંપડામાં પણ આગ પ્રસરી હતી. દુર્ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ સહિત વહીવટી તંત્ર ઘટનાં સ્થળે પહોંચી ગયો હતો.