મોરબીના હળવદમાં મોબાઇલ જોવાની ના પાડતા દીકરીને માઠું લાગતા તેણીએ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો સર્જાયો છે.
મોરબીના હળવદમાં મોબાઈલ જોવાની ના પાડતા યુવતીએ ગળાફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં હળવદના રાયસંગપુરમા યુવતીએ ગતકાલે ઘરમાં ગળેફાંસો ખાધો હતો. મળતી માહિતી મુજબ મમતાબેન પ્રકાશભાઈએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ત્યારે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર માતા પિતાએ મોબાઈલ જોવા બાબતે ટોકતા દિકરી આ પગલું ભર્યું હતું.
સ્નેહીઓ કે મિત્રો મદદરૂપ બને તો કિસ્સા ટળે
અત્યારની યંગ જનરેશનમાં આપઘાતનું પ્રમાણ વધવું એ ખૂબ ચિંતાજનક બાબત છે. ખોટા અને ખરાબ વિચાર કે સપનાં આવે ત્યારે ઊંડા શ્વાસ લેવાથી મન પ્રફુલ્લિત થાય છે. સંગીત સાંભળવું અને માઇન્ડને ડાઇવર્ટ કરી કોરોનાની વાતોથી દૂર રહેવું જોઈએ. આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ હતાશામાં કોઈ દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાતના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે.
આત્મહત્યા એટલે ખુદની જાત સાથે એક પ્રકારની છેતરપિંડી છે
આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી પરંતુ આત્મહત્યા એટલે ખુદની જાત સાથે કરવામાં આવતી એક પ્રકારની છેતકરપિંડી છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ આખા વિશ્વને બાનમાં લીધું છે ત્યારે આ સમય દરમિયાન પણ આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં મુખ્યત્વે જોઈએ તો એક ફિલ્મ એકટર આત્મહત્યા કરે ને તેની પાછળ તેના ફેન્સ પણ આત્મહત્યા કરે, ઓનલાઈન ભણવું ન ગમે અને એક નાનકડું ફૂલ ખીલ્યા પહેલાં જ કરમાઈ જાય, પિતા મોબાઈલ ન અપાવી શકે અને સંતાન આત્મહત્યા કરે, માતા ઠપકો આપે ને સંતાનો પંખે લટકી જાય, પ્રેમી કે પ્રેમિકા છોડી જતા રહે ને આત્મહત્યા થાય છે.