અમદાવાદ શહેરમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. લાંબા સમય બાદ થલતેજ ગામ મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થતા હવે થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકાશે.
અમદાવાદ શહેરમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. થલતેજ ગામ મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થતા લાંબા સમય બાદ સ્ટેશન શરૂ કરવામાં આવનાર છે. અત્યા સુધી થલતેજ સ્ટેશન સુધી જ જઈ શકાતું હતું. હવે થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકાશે.
હવે થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકાશે
અમદાવાદ શહેરમાં મેટ્રો શરૂ થતા નોકરીએ જતા લોકોને રાહત થવા પામી છે. ત્યારે હવે આગામી તા. 8 ડિસેમ્બરથી મેટ્રોનાં મુસાફરો થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકશે. 8 ડિસેમ્બરથી થલતેજ ગામ મેટ્રો સ્ટેશન પર પહેલી મેટ્રો ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે. અત્યાર સુધી માત્ર થલતેજ સ્ટેશન સુધી જ જઈ શકાતું હતું. હવે થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકશે.
2036માં ઓલેમ્પિકની તૈયારી
સાથે જ 2036ની ઓલિમ્પિકને ધ્યાને રાખી થલતેજ ગામથી શીલજ, મનીપુર સુધી મેટ્રો લંબાવવાની યોજના પણ છે. કેમ કે અમદાવાદ 2036માં ઓલેમ્પિકની તૈયારી કરી રહ્યું છે જેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ વિસ્તરણ યોજના બનાવી છે. જેના ભાગરૂપે થલેતજ થી મનીપુર અને શીલજથી મોટેરા વાયા વૈષ્ણોદેવી, ચાંદખેડા રૂટને સમાવવાની તૈયારી છે. જયા થલતેજ ગામ ખાતે મેટ્રોનો રૂટ પૂરો થયા પછી તેને શીલજ ચાર રસ્તા થઈ મનીપુર સુધી લંબાવવામાં આવશે.
આગામી સમયમાં સ્પોર્ટસ વિલેજમાં મેટ્રોની પણ સારી સુવિધા મળશે
એ જ રીતે શીલજ ચાર રસ્તાથી એસપી રિંગરોડ થઈ બીજો રૂટ વાયા મોટેરા, વૈષ્ણોદેવી, ચાંદખેડાથી પસાર થશે. થલતેજ ગામથી શિલજ સુધીનો રૂટ રેલવે લાઈનને સમાંતર નાખવાની યોજના છે. જેનાથી બોપલ, શેલા, ઘુમા જેવા વિસ્તારો પણ આવરી શકાશે. આ વિસ્તારના લોકોને મોટો ફાયદો થશે. તેમજ આવનાર ભવિષ્યમાં સ્પોર્ટ્સ વિલેજમાં મેટ્રોની પણ સારી સુવિધા મળી રહેશે.