Coast Guard Video : પોરબંદરથી ઈરાન જઈ રહેલ બોટ દરિયામાં તોફાનને કારણે ડૂબી, દ્વારકાથી 270 કિલોમીટર દૂર ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધદરીયે રેસ્ક્યૂ ઓપરેશન
Coast Guard Video : ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધદરીયે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યા છે. વાસ્તવમાં દરિયામાં તોફાનને કારણે બોટ ડૂબી રહી હતી. જોકે કોસ્ટગાર્ડ દ્વારા ડૂબી રહેલી બોટમાંથી 12 ખલાસીઓને બચાવ્યા છે. આ તરફ હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મહત્વનું છે કે, બચાવ બાદ તમામ ખલાસીઓને પોરબંદર પરત લઈ જવાયા છે.
પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલ બોટ તોફાની દરિયાના કારણે ડૂબી હતી. આ તરફ અલ પીરીનપીર બોટમાં પાણી આવી જતા બોટ ડૂબી હોવાની માહિતી મળતા જ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ તરફ ઈન્ડિયન કોસ્ટગાર્ડના ICGS સાર્થક દ્વારા બચાવ કાર્ય હાથ ધરાયું હતું. આ સાથે પાકિસ્તાની એરક્રાફ્ટ અને ખાનગી વેસલ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે બાદમાં મધદરીયે ડૂબી રહેલી બોટમાંથી 12 ખલાસીઓને બચાવાયા છે.
Post Views: 84