Ahmedabad Traffic Police : અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવુ ભારે પડશે, ડૅશ કેમ પ્રોજેક્ટનું કરાયુ લોન્ચિંગ, ઈન્ટરસેપ્ટર વાહનોમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા
Ahmedabad Traffic Police : અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક નિયમન બાબતે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવુ હવે ભારે પડશે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે મહત્વનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ ડૅશ કેમ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયુ છે. આ અંતર્ગત ઈન્ટરસેપ્ટર વાહનોમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. મોબાઈલ કેમેરામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ તે વિડ્યો કેપ્ચર થયા બાદ કંટ્રોલ રૂમ મેમો જનરેટ કરશે.
મેટ્રો સિટી અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં લોકો માટે ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ડૅશ કેમ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયું છે. વિગતો મુજબ શહેરમાં ટ્રાફિક નિયમન બાબતે AIનો ઉપયોગ કરીને ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ડૅશકેમનું લોન્ચ કરાયું છે. જેમાં ખાસ કરીને પોલીસની 29 વાન પર મોબાઈલ કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી જો કોઈ પણ વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો પોલીસવાન પર લગાવવામાં આવેલ કેમેરામાં તે કેદ થઈ જશે અને તે બાદમાં કંટ્રોલ રૂમથી સીધો મેમો જનરેટ થશે.