અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. દેશમાં 48 કલાકની અંદર ફિલ્મની લગભગ 7 લાખ ટિકિટો વેચાઈ ગઈ છે હજુ ફિલ્મ રિલીઝ ને આડે 3 દિવસ બાકી છે ત્યારે શક્ય છે કે ફિલ્મ તેની રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ દ્વારા જ ભારતમાં 100 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી લેશે.
સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક્શન ડ્રામા ‘પુષ્પા 2: ધ રૂલ’ ભારતીય બોક્સ ઓફિસ પર ઓપનિંગના સંદર્ભમાં ઇતિહાસ રચવા માટે તૈયાર છેજે મહિનાઓથી નિર્જન છે. કારણ કે પ્રી-સેલ્સ બુકિંગના આંકડા જોતા એવું લાગે છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 30મી નવેમ્બરથી શરૂ થયું હતું અને તેણે 1લી ડિસેમ્બરની રાત સુધી બે દિવસમાં તમામ પાંચ ભાષાઓમાં પ્રથમ દિવસ માટે લગભગ 22 કરોડ રૂપિયાનું પ્રી-સેલ્સ બુકિંગ કર્યું છે.
મોસ્ટ અવેટેડ ફિલ્મ છે પુષ્પા 2
સુકુમારના નિર્દેશનમાં બનેલી ‘પુષ્પા 2’ વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. વર્ષ 2021માં આવેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’થી દર્શકો ખાસ કરીને અલ્લુ અર્જુનના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ગુરુવાર, 5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે અને એડવાન્સ બુકિંગ માટે હજુ ત્રણ દિવસનો સમય છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં 2D, 3D અને IMAX વર્ઝનમાં રિલીઝ થઈ રહી છે.
બુકિંગના પહેલા જ દિવસે 21.99 કરોડની કમાણી
એક અહેવાલ મુજબ ‘પુષ્પા 2: ધ રૂલ’નું એડવાન્સ બુકિંગ 30 નવેમ્બરે શરૂ થયું હતું અને 1 ડિસેમ્બર સુધીમાં માત્ર 48 કલાકમાં જ ફિલ્મના તમામ વર્ઝને 21.99 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે બ્લોક સીટો સાથે કુલ રૂ. 31.32 કરોડનું એડવાન્સ બુકિંગ થયું છે. રવિવાર રાત સુધી ફિલ્મના 16 હજારથી વધુ શોની 6.74 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.
હિન્દીમાં પણ બમ્પર બુકિંગ
‘પુષ્પા 2: ધ રૂલ’ મુખ્ય તો તેલુગુ ભાષાની ફિલ્મ છે પણ તેના પહેલા ભાગનો ક્રેઝ હિન્દી સિનેમામાં પણ દેખાયો હતો. પુષ્પા 2 આખા ભારતમાં રિલીઝ એક સાથે થશે તેનું બજેટ આશરે 500 કરોડ આસપાસ છે ત્યારે તેના હિન્દી વર્ઝનમાં પણ તેણે તેલુગુ વર્ઝન જેટલું એડવાન્સ બુકિંગ કર્યું છે. 48 કલાકમાં હિન્દી વર્ઝન માટે 10.29 કરોડ રૂપિયાની ટિકિટનું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે, જ્યારે તેલુગુ વર્ઝન માટે 10.89 કરોડ રૂપિયાનું પ્રી-સેલ બુકિંગ કરવામાં આવ્યું છે.
‘પુષ્પા 2’ એડવાન્સ બુકિંગથી જ કમાશે 100 કરોડ
જેમ જેમ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 રિલીઝની નજીલ આવશે તેમ તેમ તેના એડવાન્સ બુકિંગમાં પણ તોતિંગ વધારો થશે. હાલની સ્થિતિ જોતાં એક્સપર્ટ એવું માની રહ્યા છે કે જો આમ જ એડવાન્સ બુકિંગ થતું રહેશે તો ‘પુષ્પા 2’ માત્ર એડવાન્સ બુકિંગથી 100 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જો આવું થાય, તો તે 2017ની રિલીઝ ‘બાહુબલી 2’ને વટાવી શકે છે, જેણે એડવાન્સ બુકિંગથી રૂ. 100+ કરોડની કમાણી કરી હતી.
ઓપનિંગના દિવસે જ કરશે 300 કરોડની કમાણી
ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરો એવી આશા રાખે છે કે ‘પુષ્પા 2’ ભારતીય બોક્સ ઓફિસ પર શરૂઆતના દિવસે રૂ. 200+ કરોડની કમાણી કરશે. જ્યારે વિશ્વભરમાં તે પ્રથમ દિવસે 300 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. ‘પુષ્પા 2’ દેશભરની કુલ સ્ક્રીનમાંથી 80% થી વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ ઉપરાંત તેલુગુ વર્ઝનમાં ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
5 ટૉપ એડવાન્સ બુકિંગવાળી સાઉથની ફિલ્મો
દેશમાં રિલીઝ પહેલાં સૌથી વધુ એડવાન્સ બુકિંગ ધરાવતી ટૉપ 5 ફિલ્મો વિશે વાત કરીએ, તો હાલમાં આ રેકોર્ડ પ્રભાસની ‘બાહુબલી 2’ પાસે છે, જેણે રૂ. 100+ કરોડનું પ્રી-સેલ્સ બુકિંગ કર્યું હતું. બીજા સ્થાને KGF 2 છે, જેણે એડવાન્સ બુકિંગથી રૂ. 80+ કરોડની કમાણી કરી છે. ત્રીજા સ્થાને રામ ચરણ અને જુનિયર NTRની RRR છે, જેણે રૂ. 58+ કરોડનો બિઝનેસ કર્યો હતો, ચોથા સ્થાને પ્રભાસની ‘કલ્કી 2898 AD’ રૂ. 51+ કરોડ સાથે અને પાંચમા સ્થાને 49 કરોડના એડવાન્સ બુકિંગ સાથે છે ‘સલાર’.
સૌથી વધુ એડવાન્સ બુકિંગવાળી હિન્દી ફિલ્મો
વર્ષ 2022માં રિલીઝ થયેલી યશની KGF ચેપ્ટર 2 હિન્દીમાં સૌથી વધુ એડવાન્સ બુકિંગ સાથે ટૉપ પર છે. તેણે રૂ. 40.65 કરોડની કમાણી કરી હતી. બીજા નંબરે ‘બાહુબલી 2’ છે, જેનું હિન્દીમાં એડવાન્સ બુકિંગ લગભગ 40 કરોડ હતું. ત્રીજા નંબરે શાહરૂખ ખાનની ‘જવાન’ છે, જેણે 37.24 કરોડની કમાણી કરી હતી. ચોથા નંબર પર ‘પઠાણ’ છે, જેના એડવાન્સ બુકિંગે 31.18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે 5માં નંબરે 29.25 કરોડ રૂપિયાની પ્રી-સેલ્સ બુકિંગ સાથે રણબીર કપૂરની ‘એનિમલ’ છે.