BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના શોખનો વધુ એક ફોટો સામે આવ્યો છે. જેમાં ભૂપેન્દ્ર ઝાલા મોંઘા ફોન જ નહીં તેના કવર પણ મોંઘા રાખતો હતો. ફોનના કવરના શોખ એવા હતા કે BZ લખેલા સોનાના ફોન કવર ખાસ ઓર્ડરથી તૈયાર કરાવ્યા હતા. જેમાં આશરે 5 થી 11 લાખ રુપિયા સુધીના સોનાના કવર ભૂપેન્દ્રએ તૈયાર કરાવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ભૂપેન્દ્ર ઝાલાને મોંધા ફોનનો ઘણો શોખ હતો. જેમાં વિવિધ ફોટાઓમાં આઇફોનના મોબાઇલ વાપરતો તે જોવા મળ્યો છે. ત્યારે આ આઇફોનની ઉપર તે સોનાના કવરો લગાવતો હતો. જેના ફોટા રોલા પાડવા અને દેખાડા કરવા માટે સોશિયલ મીડિયામાં મૂકતો હતો.
ભૂપેન્દ્રએ BZના લોગો સાથે સોનાના કવર તૈયાર કરાવ્યા હતા. 5 થી 11 તોલા સોનામાંથી મોબાઈલ કવર તૈયાર કરાયા હતા. જેને દેખાડીને ફોન કરતા મોબાઈલ કવર મોંઘા હોવાનો રોફ તે તેની આસપાસના લોકો પર જમાવતો હતો. જેનો આ એક ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બે ફરિયાદ નોંધાઇ
BZ પોન્જી સ્કિમ કૌભાડ મામલે ફરિયાદોનો દોર શરૂ થયો હોય તેમ લાગી રહ્યુ છે. જેમા આ ઘટનાને લઇ ભૂપેન્દ્ર ઝાલા સામે કુલ બે ફરીયાદ નોંધાવામાં આવી છે. જેમાં CID ક્રાઇમની એક ફરીયાદ દાખલ કરી તો બીજી ફરીયાદ ભોગ બનનારે નોંધાવી છે.
Post Views: 84