દેશભરમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકો વધુ નફાની લાલચ આપીને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે. આ રીતે પણ લાખો કરોડોની છેતરપિંડી થઈ રહી છે. હાલામાં જ ગુજરાતના સાબરકાંઠાનો આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ વધુ નફાની લાલચ આપીને 5 વર્ષમાં રૂપિયા 6,000 કરોડની છેતરપિંડી કરી હતી.
BZ ગ્રુપને લઇ સીઆઇડી દ્વારા રાજ્યભરમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આજે આ ગ્રૃપના સીએને સીઆઇડીએ તપાસ માટે બોલાવ્યા હતા. બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સંચાલકો અને એજન્ટના ખાતાની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે મયુર દરજીની ઠાઠ માઠ વાળી જીંદગી ના વિડિયો પણ સામે આવતા લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ જાગી છે.
BZ ના CA ને ગાંધીનગરનું તેડું
BZ ગ્રુપના CA રૂષિત મહેતાના ત્યાં સીઆઈડીની તપાસ બાદ ગાંધીનગર તેડુ આવ્યું છે. રૂષિત મહેતા BZ ગ્રુપના એકાઉન્ટ સંભાળી રહ્યા હતા. BZ ગ્રુપ નું એકાઉન્ટ સાથે કેટલા રૂપિયાની લેવડદેવડ અંગે તપાસ કરવામાં આવશે. ત્યારે આ કામગીરીઓમાં કોના કોના એકાઉન્ટ તથા તે સમગ્ર બાબતમાં તપાસ હાથ ધરી છે. હિંમતનગરમાં રહેતા રૂષિત મહેતાને વૈભવી ગાડી સાથે ગાંધીનગર બોલાવાયા હાતા. ત્યારે મહાકુંભાડી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બી ઝેડ ગૃપ સામે સીઆઇડી ક્રાઈમની તપાસમાં મોટા નાણાંકિય વ્યવહારો સામે આવ્યા છે. જેમાં બી ઝેડ કંપનીમાં એક કરોડથી વધુની રકમનું પણ રોકાણ સામે આવ્યું છે. જેમાં તપાસનીસ અધિકારીઓએ વિગતો એકત્ર કરવાની શરૂઆત કરી હતી. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સંચાલકો અને એજન્ટના ખાતાની તપાસ શરૂ કરવામા આવી છે. જેમાં સીઆઈડી ક્રાઈમને અન્ય બેંક એકાઉન્ટની વિગતો મળી હતી. જેમાં બેંક એકાઉન્ટમાં નાણાંકિય વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત CID ક્રાઈમે BZ ગૃપના માલિક અને એજન્ટની ગાડીઓ કબ્જે કરી હતી. જેમાં મોંઘીદાટ ગાડીઓ ગાંધીનગર CID ક્રાઇમ ઓફિસ લાવવામા આવી છે. સીઆઈડી ક્રાઈમે લક્ઝુરિયસ ગાડીઓ કબ્જે કરી આરોપીઓ વધુ તપાસ હાથ ધરી છે. માલપુર વિસ્તારના એજન્ટ મયુર દરજીની વૈભવી લાઈફ સ્ટાઇલનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં મયુર દરજીની ઠાઠ માઠ વાળી જીંદગીના વિડિયો સામે આવ્યા છે. જેમાં ફોરચ્યુનર જેવી લકસુરિયસ પર bz નું બોર્ડ લગાવીને મયુર દરજી ફરતો જોવા મળ્યો હતો. ઉપરાંત લાખોના ડોલર ગણી રોફ જમાવતો વીડિયો પણ વાયરલ થયો હતો.
BZ ગૃપના કૌભાંડ મામલે CID ક્રાઈમ બ્રાન્ચે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે VTVNEWS આરોપી આશિક મહેશ ભરથરીના ઘરે પહોંચ્યું. આરોપીના ઘરેથી જાણવા મળ્યું કે આરોપી BZ ગ્રુપમાં સાફસફાઈનું કામ કરતો હતો. આ માટે કંપની આરોપીને 7હજાર રૂપિયાનો પગાર ચૂકવતી હતી. આરોપીની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે. આરોપીના ઘરે વીજળી અને પાણીની પણ વ્યવસ્થા નથી. જેથી આરોપીના માતા-પિતાએ ન્યાયની માગ કરી. તેમણે કહ્યું કે. તેમના દીકરાએ કોઈ પ્રકારનો ગુનો નથી કર્યો. જેથી તેને ન્યાય મળવો જોઈએ.
બીજી તરફ અરવલ્લીમાં બીઝેડ ફાયનાન્સ સર્વિસમાં નોકરી કરતા યુવકનો પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે. જેમાં મોડાસા ઓફિસ ખાતે નોકરી કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. મોટી ચીચણો ગામમાં આરોપી રણવીરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણનું ઘર છે. ત્યારે આ બાબતે આરોપીના પિતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે રણવીરસિંહ 12 હજાર મહિને પગારમાં નોકરી કરતો હતો.