E-KYC
વીટીવીએ વિવિધ જિલ્લાઓમા રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં વડોદરામાં ઇકેવાઇસી માટે અરજદારો પરેશાન થયા હતા. જેમાં રેશન કાર્ડ આને આધાર કાર્ડ કનેકટ કરવા માટે ઈ KYC માટે લાઇન લાગી હતી. ત્યારે સમગ્ર મામલે વીટીવીએ વહેલી સવારથી રિયાલીટી ચેક કર્યું હતું. જેમા વહેલી સવારથી લોકો લાઇનમાં ઉભા દેખાયા હતા. ત્યાર કામ ધંધો છોડીને અરજદારો ઇકેવાયસીની લાઇનમાં લાગ્યા હતા. સર્વર ધીમું ચાલતું હોવાથી કામ ન થતા લોકોને કલાકો સુધી લાઈનો માં ઉભા રહેવાની વારી આવી હતી.
2-3 દિવસથી ધક્કા
બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડી રેલ્વે સ્ટેશન રોડ પર આધારકાર્ડ કઢાવવા માટે લાઇનો લાગી હતી. જેમાં પોસ્ટ ઓફિસ પર વહેલી સવારે 4 વાગ્યાથી આધારકાર્ડ કઢાવવાની લાઈનો લાગી હતી. મળતી માહિતી મુજબ આધારકાર્ડના 30 કુપન આપતાં લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ છે. ત્યારે આ તાલુકામાં એક જ સેન્ટર હોવાથી લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ છે. 30 માંથી 25 લોકોને કુપનો આપવામાં આવી હતી. ત્યારે એક નાના કામ માટે લોકો 2-3 દિવસથી ધક્કા ખાઇ રહ્યા છે. લીબડીમાં લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે.
કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર
ખેડામાં આધારકાર્ડ અપડેટ કરાવવા લોકોને ભારે હાલાકી પડી હતી. ત્યારે આ કામને લઇ મહિલાઓ અને બાળકોને હેરાન થવાની વારી આવી છે. બીજી તરફ મહુધા મામલતદાર કચેરીમાં આધાર અપડેટ કરાવવા લાંબી કતાર લાગી હતી. જેમાં ગ્રામ્ય મહિલાઓ અને નાના બાળકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે ગ્રામજનોને ઘર અને ખેતીના કામો મુકીને તાલુકામાં આધાર અપડેટ કરાવવા માટે આવવાની ફરજ પડી છે. આણંદ જિલ્લાના પેટલાદ સેવાસદન ખાતે E KYC માટે લાગી લાંબી કતારો જોવા મળી હતી. જેમા વહેલી સવાર થી અરજદારો નો ઘસારો જોવા મળ્યો છે. ત્યારે અરજદારો માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેને લઇ લોકોને અગવડો વેઠવાની વારી આવી હતી. જોકે સર્વરના પ્રોબ્લેમથી EKYCની કામગીરી ધીમી ચાલી રહી હોવાનું લોકોએ જણાવ્યું હતું.
રાજયમાં આધારકાર્ડ મામલે કોગ્રસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતુ કે અમદાવાદમાં ડિજિટલ ગુજરાતના કારણે લોકોને લાઈન ઊભા રહેવા મજબૂર છે. સરકાર કહે છે કે 18 હજાર ગામમાં કનેક્ટિવિટી કરવામાં આવી છે. લોકોને 24 કલાકથી વધુ સમય સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. રાશન કાર્ડ ઈ કેવાયસીને લઈને લોકોને લાઈનમાં સરકાર ઊભી રાખે છે. નોટબંધીથી શરૂ થયેલી લાઈન હજુ પણ ચાલુ જોવા મળે છે.
લોકો હેરાન ન થાય તે માટેના પ્રયાસો ચાલુ
સમગ્ર ઘટનાને લઇ વીટીવીના અહેવાલની અસર જોવા મળી છે. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું KYC મામલે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે અમારા વિભાગની ગઈકાલે બેઠક મળી હતી. લોકો જો E KYC કરાવશે તો તેનો સીધો લાભ લોકોને જ મળશે અને વચ્ચે ભ્રષ્ટાચાર થશે નહીં. જેના કારણે અમારો વિભાગ EKYCનો આગ્રહ રાખી રહ્યો છે. લોકોને મુશ્કેલી ન પડે તે પ્રકારના પ્રયાસો હાલ સરકારના ચાલુ છે. સર્વરમાં જે ખામી હતી તે માટે અધિકારીઓ સાથે બેઠક યોજવી છે. આગામી એક અઠવાડિયામાં નિરાકરણ આવી જશે. લોકો હેરાન ન થાય તે માટેના પ્રયાસો ચાલુ છે.