દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ”ખોડલધામ અને સરદારધામને બદનામ કરવાની સોપારી જયંતિ સરધારાને કોણે આપી તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે”
ખોડલધામ અને સરદારધામ અંગે આગેવાનોના ધિંગાણા બાદ સમગ્ર વિવાદ ગરમાયેલો છે. તેવામાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો છે. દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરી જયંતિ સરધારા પર સમાજને બદનામ કરવા કાવતરું રચ્યાનો આરોપ લગાવ્યો છે
”જયંતિ સરધારાએ સમાજને બદનામ કરવા સોપારી લીધી”
દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ”ખોડલધામ અને સરદારધામને બદનામ કરવાની સોપારી જયંતિ સરધારાને કોણે આપી તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે”. દિનેશ બાંભણિયાએ એમ પણ કહ્યું કે ”કોના ફાર્મહાઉસ પર આ પ્રકારનું ષડયંત્ર રચાયું તેની પણ માહિતી જાહેર કરવામાં આવશે”.
દિનેશ બાંભણિયાએ એક્સ પર શું લખ્યું ?
તેમણે એક્સ પર ટ્વીટ કરી લખ્યું કે, ”સમાજ ઉત્થાનનું કામ કરતી પાટીદાર સમાજ ની સંસ્થા ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે વિખવાદ ઊભો કરવાની અને સમાજ ની બંને સંસ્થા ને બદનામ કરવાની સોપારી જેન્તીભાઇ સરધારા ને કોને આપી ..ક્યાં ફાર્મ હાઉસ માં આપી એ તમામ વિગતો આગામી સમય માં આવશે …સમાજ માં ખૂબ રોષ …”
આ વિવાદ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ શું કહ્યું ?
સરદારધામ અને ખોડલધામના વિવાદ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, “સમાજના લોકોએ સાથે મળીને આવા વિવાદનો અંત લાવવો જોઈએ તેમજ સામાજિક સંસ્થાઓમાં આવો વીખવાદ ન હોવો જોઈએ, વિવાદ અંગે સમાધાન થવું જોઈએ” અત્રે જણાવીએ કે, સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને PI સંજય પાદરીયા વચ્ચે માથાકૂટ થઈ હતી