૧૯૬૮માં સરકારી જમીન ખાતેદારના નામે બિનખેતી કરી પ્લોટ વેંચી નાખ્યા : ૨૦૨૦માં ફરી ખાતેદારના નામે નોંધ પાડી પ્લાન પાસ કરી હાઈરાઈઝ શરુ કર્યું
એક પૂર્વ મામલતદાર અને ટીપી અધિકારીએ મોટી રકમ લઈને જમીનના કાગળોમાં જીવ રેડ્યો હોવાની રાવ : એક અનુભવી અને સગા વકીલે તમામ કાર્યવાહી કરીને ટાઈટલ ક્લીયર કરી બતાવ્યું
ભૂમાફિયા ગેંગે પૈસા વેરી વકીલ અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી નવી માલિક બનેલી મહિલા પાસેથી વેંચાણ દસ્તાવેજ બનાવી લીધો અને પછી રાજકીય નેતાના પૈસે નવોદિત બિલ્ડરના નામે ફરી વેંચાણ દસ્તાવેજ બનાવી આપ્યો!
સરકારી જમીનમાં ગેરરીતી માઈક્રો લેવલે થઇ હોય વકીલો અને મહેસુલી અધિકારીઓ પણ ગોટે ચડ્યા : સરકારી જમીન વેંચી મારી હોવાનું જણાતા મહેસુલી અધિકારીઓએ તપાસના હુકમો કર્યાની વાત
મૃતકના પત્ની હંસાબેન કોટકના નામે આખું કૌભાંડ આચરાયું : નવોદિત બિલ્ડરે થોડા ધમપછાડા બાદ સાચા બિલ્ડરને બકરો બનાવી હનુમાનના નામે હાઈરાઈઝ શરુ કર્યું!
રેવન્યુ નોંધ, ટીપીની ફાળવણી, પ્લાન પાસ અને બાંધકામની મંજૂરી મળી ગઈ હોય કાયદાના જાણકાર અને અનુભવી કૌભાંડકારો સબ સલામતના નશામાં
ગોપાલ ચોકના પ્રોજેક્ટમાં જમીન કૌભાંડ છતું થતા બુકિંગ કરનારા અનેક રોકાણકારોની સ્થિતિ સૂળી વચ્ચે સોપારી જેવી!