દર્દીઓના હૃદયને ચીરી નાખીને પૈસા કમાવતા ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય સૂત્રધાર ઝડપાયા હતા. તમામ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આ આરોપીએ PMJAY દ્વારા દોઢ વર્ષમાં 11 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓ પોલીસથી બચવા ચાઈનીઝ અને રશિયન એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. જાણો કેવી રીતે કરી તમામ કરતૂતો.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ, પંકિલ પટેલ અને પ્રદીપ ભટ્ટ છે. આ ગુનેગારોએ જીવતા વ્યક્તિના હૃદય ચીરીને મોત આપ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં CEO તરીકે ફરજ બજાવતા ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન તેમજ માર્કેટિંગ મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ પટેલએ PMJAYનો ઉપયોગ કરીને પૈસા કમાવવાનું કાવતરું રચ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં 70 ટકા આવક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવતી હતી. જ્યારે 30 ટકા આવક OPD અને દર્દીઓને રૂમ પ્રોવાઈડ કરીને મેળવતા હતા.
19 દર્દીઓની ટ્રીટમેન્ટ માં 2 દર્દીઓના મોત
ખ્યાતિ હોસ્પિટલની ગત્ત વર્ષમાં 11 કરોડ આ યોજના હેઠળ કમાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ મોત કાંડનો માસ્ટર માઈન્ડ ચિરાગ રાજપૂત છે. જેને રાહુલ જૈન અને મિલિંદ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. તેઓ ગામના સરપંચને કમિશન આપવાની લાલચ આપીને કેમ્પ કરતા હતા. અને દર્દીઓને ટ્રીટમેન્ટના નામે યોજનાનો લાભ લેતા હતા. આ ઉપરાંત અનેક ડોકટરોને પણ હાર્ટના દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં મોકલવાનું કમિશન આપતા હતું. સુઅયોજિત મેડિકલ માફિયાનો મોતનો ધંધો ચાલી રહ્યો હતો. પરંતુ કડીના બોરીસણા ગામના 19 દર્દીઓની ટ્રીટમેન્ટ માં 2 દર્દીઓના મોત થતા આરોપીઓના કાંડનો પર્દાફાશ થયો હતો.
અમદાવાદ છોડી ભાગી જવાનું નક્કી કર્યું
સમગ્ર ઘટનાને લઇ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શગદ સિંઘલે જણાવ્યું હતુ કે આ કાંડમાં માસ્ટર માઇન્ડ આરોપી ચિરાગ ,રાહુલ અને મિલિન્દ પોલીસથી બચવા ચાઈનીઝ અને રશિયન એપથી વાતચીત કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડવા 8 ટીમો બનાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ નાં ડીસીપી અજીત રાજયણ એ સાયબર ટેકનિકલ મદદથી ટ્રેક કરીને રાહુલ જૈન ને રાજેસ્થાનના ઉદયપુરથી અને ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પંકિલ પટેલ તથા પ્રતીક ભટ્ટને ખેડાના ઉકેરડીના મુવાડા ગામમાં એક ફાર્મ હાઉસથી ઝડપી લીધા હતા. પાંચેય આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે દર્દી ઓનાં મોત મામલે ગાંધીનગરમાં મેડિકલ બોડી બેઠક મળતા આ કેસમાં ફરિયાદ થવાની જાણ થતા તમામ આરોપી અમદાવાદ છોડી ભાગી જવાનું નક્કી કર્યું હતું. જેના આધારે આ કાંડ ત્રિપુટી આરોપી ચિરાગ, રાહુલ અને મિલિન્દ ઉદ્દયપુર ભાગી ગયા હતા. ભાગ્યા બાદ ચિરાગ રાજપૂત અને મિલિન્દ પટેલ પોતાના મિત્ર પ્રતીક પટેલના ફાર્મમાં રહેવા આવી ગયા હતા અને તેઓ આગોતરા જામીન માટે પ્રોસેસ કરી રહ્યા હતા. પરંતુ તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે તેઓ ને ઝડપી લીધા હતા.
માસિક પગાર 7 લાખ રૂપિયા
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે મેડિકલ માફિયા ચિરાગ રાજપૂત આ મોત કાંડ નો માસ્ટર માઈન્ડ છે..ચિરાગ રાજપૂત શરૂઆતથી મેડિકલ રી પ્રેઝન્ટેટિવ તરીકે અલગ અલગ ફાર્મસ્યુટિકલ કામ કરતો હતો અને અલગ અલગ હોસ્પિટલમાં એડમીન, માર્કેટિંગ, ડિરેક્ટર અને બ્રાંડિંગ જેવા હોદ્દા પર કામ કરી ચૂક્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં પણ ડાયરેકટર તથા બ્રાન્ડિંગની જવાબદારી સંભાળી હતી. જેનો માસિક પગાર 7 લાખ રૂપિયા મળતો હતો. આ આરોપી દર્દીઓને હાર્ટમાં બ્લોકેજ ન હોવા છતાં પણ સ્ટેન્ડ મૂકવા ડોકટર ઓને સૂચના આપીને સ્ટેન્ડ મુકાવતો હતો. ચિરાગ રાજપૂત અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. સાલ હોસ્પિટલમાં જ રાહુલ જૈન તેની સાથે કામ કરતો હતો. ચિરાગ રાજપૂત એ ખ્યાતિ હોસ્પિટલમાં જોડાયા બાદ રાહુલ જૈન ને પોતાની સાથે CEO તરીકે જોઈન્ટ કરાવ્યું હતું. જે બાદ આરોપી મિલિન્દ પટેલ સાથે મળી ને આ કૌભાડ શરૂ કર્યું હતું.
આરોપી મિલિન્દ પટેલ પાટણની વી.એચ.ભગત કંપની મા એમ. આર તરીકે નોકરી કરતો હતો. આ ઉપરાંત વર્ષ 2010 મા નવરંગપુરા ની નિધિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો હતો. વર્ષ 2017 માં સાલ હોસ્પિટલમાં ચિરાગ રાજપૂત સાથે મુલાકાત થઈ અને મિત્રતા થતા વર્ષ 2020 માં એશિયન બેરિયાટ્રિકસ નોકરી એ લાગ્યો હતો..આ દરમિયાન શેર બજારમાં મોટું નુકશાન થતા ઘર પરિવારથી દુર થઇ ગયો હતો, તેના વિરુદ્ધ ગુનો નોંધાતા એક વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. જેલમાંથી છૂટયા બાદ ચિરાગ રાજપૂત એ ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો હતો અને તેને 40 હજાર પગાર મળતો હતો.