અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વધુ 5 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓને ખેડા અને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યા હતા.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દર્દીના મોતનો મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ આ ઘટનાના આરોપીઓમાંથી 5 આરોપીને પોલીસ ઝડપી પાડ્યા હતા. જેમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ ખેડાના ફાર્મ હાઉસમાંથી ઝડપાયા હતા. જ્યારે રાહુલ જૈનને રાજસ્થાનના ફાર્મ હાઉસમાંથી ઝડપવામાં આવ્યો હતો.
5 આરોપીની પોલીસે ધરપકડ કરી
ત્યારે હાલમાં વધુ બે આરોપી પંકીલ પટેલ, પ્રદીપ ભટ્ટ સહિત 5 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ વધુ તપાસ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થઇ શકે તેમ છે. ત્યારે આરોપીઓ ફાર્મ હાઉસમાં છુપાયા ત્યારે મોંઘી વસ્તુઓ મંગાવી હતી. ત્યાર સમગ્ર ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળતા તુરંત સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે આ આરોપીઓ ફાર્મમાંથી ઝડપાયા હતા.
પોલીસથી બચવા આરોપીએ દ્રશ્યમ ફિલ્મ જેવી ટેક્નિક વાપરી હતી. જેમાં આરોપીઓએ મોબાઈલ બીજા લોકેશનમાં મોકલી આપ્યા હતા. જેથી પોલીસ લોકેશન મેળવી શકે નહીં. ત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જોકે ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, રાજેશ્રી કોઠારી અને ડૉ સંજય પટોલીયા હજુ ફરાર છે.