અમદાવાદમાં વધુ એક નબીરાઓ બેફામ રીતે ગાડી હંકારી ચાર થી પાંચ લોકોને અડફેટે લીધા હતા. જે બાદ ગુસ્સે થયેલા ટોળાએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો.
અમદાવા બોપલ-આંબલી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. વધુ એક નબીરાએ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ચાર થી પાંચ રાહદારીઓને અડફેટે લીધા હતા. જે બાદ રોડ ઉપર અનેક વાહનોને પણ નુકશાન કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ગુસ્સે ભરાતા નબીરાને મેથીપાક ચખાડ્યો હતો.
બેફામ ઝડપે આવતા કારચાલકે મારી ટક્કર
રવિવારે પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. એસજી હાઈવે પર હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલ સવાર મહિલા અને પુરૂષને કારચાલકે અડફેટે લીધા છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બંનેને ટક્કર મારી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોની ઓળખ ડોક્ટર અનીસ અને ડોક્ટર ક્રિષ્ના શુક્લા તરીકે થઈ છે. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે કાર ચાલકનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.
નબીરાઓ બેફામ..!
ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે.