વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. વાવ બેઠક પર લાંબા સમય બાદ ભાજપે કબજો કર્યો છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારની જીત થવા પામી છે. ત્યારે આ બેઠક પર જીત મેળવનાર ભાજપનાં ઉમેદવાર દ્વારા તેમજ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા ચૂંટણીનાં પરિણામ બાદ પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસનાં ઉમેદવારની પ્રતિક્રિયા
બનાસકાંઠાની વાવ બેઠક પર તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થવા પામ્યા હતા. જેમાં ભાજપનાં ઉમેદવારથી 2500 થી વધુ મત સાથે વિજય થવા પામ્યો હતો. ત્યારે ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુલાબસિંહ રાજપૂતે વાવ બેઠક ઉપર હાર સ્વીકારી છે. તેમજ ગુલાબસિંહ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે, નાની-મોટી ખામી રહી ગઈ હશે. જનતાનો ચુકાદો સ્વીકારીએ છીએ.
માવજી પટેલે શું કહ્યું
વાવ બેઠક પર ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલે પરિણામ બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જનતા પોતાની રીતે ચુકાદો આપતી હોય છે. ત્યારે આ જે પરિણામ આવ્યું છે. તેને જનતાનો નિર્ણય સમજી સ્વીકારીઓ છીએ.
વધુ વાંચોઃ વાવ પેટાચૂંટણી: વાવ બેઠક પર ખીલ્યું ‘કમળ’, 2500 મતથી સ્વરૂપજી ઠાકોરએ મેળવી જીત
સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું
બનાસકાંઠાની વાવ બેઠક ઉપર પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની જીત થતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. બેઠક ઉપર જીત અંગે વિજેતા સ્વરૂપજી ઠાકોરે જીત બદલ તમામ સમાજનો આભાર માન્યો હતો. તેમણે વાવ બેઠકની જીતને અઢારે આલમની જીત ગણાવી હતી. વધુમાં તેમણે કહ્યું કે તેમને જીતનો પહેલેથી વિશ્વાસ હતો. તથા લોકો માટે સિંચાઈ, પાણીના પ્રશ્ને કામ કરવાની ખાતરી આપી હતી. તેમજ વિકાસકાર્યો આગળ ધપાવતા રહેવાનું જણાવ્યું હતું.