કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ગર્જના હવે સંસદમાં સંભળાશે. પ્રિયંકા ગાંધીની વાયનાડ પેટાચૂંટણીમાં 4 લાખથી વધુ મતોથી જીત થઇ,
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ગર્જના હવે સંસદમાં સંભળાશે. કેરળની વાયનાડ બેઠકની પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ 4 લાખથી વધુ મતોની જંગી લીડથી જીતીની ઈતિહાસ રચ્યો છે. પ્રિયંકા ગાંધીએ એટલી મોટી લીડથી જીત મેળવી કે તેમના હરીફો સ્તબ્ધ રહી ગયા છે.
રાહુલ ગાંધીનો રેકોર્ડ તોડ્યો
પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈ રાહુલ ગાંધીની લીડનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. એપ્રિલ 2024ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની 3.64 લાખ વોટોથી જીત થઈ હતી અને ટોટલ વોટમાંથી 59.69 ટકા વોટ મેળવ્યાં હતા.
શરુઆતથી આગળ રહ્યાં
પ્રિયંકા ગાંધી શરુઆતથી આગળ રહ્યાં હતા અને જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ તેમની લીડ વધતી ચાલી હતી. સામેવાળા ઉમેદવારો તો તેમની ટક્કરમાં ક્યાંક રહ્યાં નહોતા.
પ્રિયંકા સામે કયા ઉમેદવારો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સામે CPI(M)ના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ મેદાનમાં હતા.
વધુ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી! સૂત્રોનો મોટો દાવો, PM મોદી-શાહના ખાસ
રાહુલના રાજીનામાને પગલે ખાલી પડી બેઠક
રાહુલ ગાંધીના રાજીનામાને પગલે્ વાયનાડ બેઠક ખાલી પડી હતી જે પછી પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ રાયબરેલથી સાંસદ રહેવાનું નક્કી કર્યું હોવાથી વાયનાડ ખાલી કરી હતી.