પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 39 લોકોના મોત થયા છે, જો કે હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.
પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ વધી રહ્યા છે. આજે ફરી મોટો આતંકી હુમલો થતા પાકિસ્તાન ધણધણી ઉઠ્યું છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં ગુરુવારે મોટો આતંકી હુમલો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પેસેન્જર ટ્રેન પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 39 લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આતંકવાદી હુમલાઓમાં વધારો થયો
પાકિસ્તાન સ્થિત બિઝનેસ રેકોર્ડરે આ માહિતી આપી છે. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. વધુમાં પાકિસ્તાનમાં છેલ્લા મહિનાઓમાં આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
બીજી તરફ PPPએ X પર એક પોસ્ટમાં કહ્યું કે નિર્દોષ મુસાફરો પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે. પાર્ટીએ કહ્યું કે આ ઘટના માટે જવાબદારોને સજા મળવી જોઈએ. આ સાથે ઘાયલોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Post Views: 125