ભાવનગરના નિર્મલનગરમાં મહાપાલિકાના સોલિડ વેસ્ટના વાહનની અડફેટે આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું છે
રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આજે રોડ અકસ્માતીની ચાર ઘટનાઓ સામે આવી છે. જેમાં માંગરોળમાં 2, ભાવનગરમાં 2 તેમજ ધંધુકામાં 1નું મોત થયું છે.
સુરતના માંગરોળ પાસે ત્રિપલ અકસ્માત
સુરતના માંગરોળમાં ટ્રિપલ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.. સાવા પાટીયા પાસે એકસાથે ત્રણ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી.. ટેન્કર પાછળ બે ટ્રક અથડાતા અકસ્માત થયો હતો.. સમગ્ર અકસ્માતમાં હાઈવે ઓથોરિટી અને કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં બે ટ્રક વચ્ચે અકસ્માત
ભાવનગરના નારી ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકની પાછળ બીજો ટ્રક ઘૂસી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મૃતદેહને PM અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
ભાવનગરમાં મહાપાલિકાના વાહનને આધેડને મારી ટક્કર
ભાવનગરના નિર્મલનગરમાં મહાપાલિકાના વાહને આધેડને ટક્કર મારી હતી. સોલિડ વેસ્ટના વાહનની અડફેટે આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું છે. બનાવને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા હતાં. ઘટના સ્થળે તપાસ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધંધુકામાં ડમ્પરની અડફેટે એક્ટિવા સવારનું મોત
ધંધુકા મુખ્ય ચાર રસ્તા નજીક ડમ્પરે એક્ટિવા સવારને અડફેટે લીધો હતો. દુર્ઘટનામાં એક્ટિવા સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. અન્ય એક યુવકને ગંભીર હાલતમાં આર.એમ.એસ. હોસ્પિટલ ખસેડાયો હતો. દુર્ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં.