એમ જય યોજનામાંથી ખ્યાતિ સહીત સાત હોસ્પિટલો સાથે 5 ડોક્ટરોને સરકારે પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ PMJAY યોજના હોસ્પિટલ્સ દ્વારા આચરવામાં આનવી છેતરપિંડી સામે આવી છે. હોસ્પિટલ્સ ખોટી રીતે ઓપરેશન કરી તબીબોની માહિતી PMJAY યોજનામાં અપલોડ કરતી હતા અને સરકાર પાસેથી રૂપિયા ખંખેરતી હતી. જો કે ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.
7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી
આરોગ્ય વિભાગે તપાસ કરીને PMJAY યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3 હોસ્પિટલ તો સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથની એક એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત આ સાથે જ ડૉ. પ્રશાંત વજીરાણી સહિત 4 સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે.
સસ્પેન્ડ કરાયેલ હોસ્પિટલો
જીવન જ્યોતિ આરોગ્ય સેવા સંઘ ગીર સોમનાથ
નરીત્વ ટર્નિગ પોઇન્ટ હેલ્થ કેર પ્રા. લી-અમદાવાદ
શિવ હોસ્પિટલ -અમદાવાદ
નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ રાજકોટ
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ -સુરત
સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ -વડોદરા