રાજકોટના ડેપ્યુટી મેયરના પરિવારના મહેમાન સન્ની પાજી દા ઢાબામાં જમવા માટે ગયા હતા. જેમાં હોટલાના માલિકે તેમની પાસેથી રૂપિયા લઇ લેતા ડેપ્યુટી મેયરના ભત્રીજાએ ઉશ્કેરાઈ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી.
તાજેતરમાં રાજકોટના સન્ની પાજી દા ઢાબામાં જમવાના પૈસા બાબતે બબાલ થઇ હતી. જેમાં ડેપ્યુટી મેયરના મહેમાન પાસેથી સન્ની પાજીએ પૈસા લઇ લેતા મામલો ગરમાયો હતો. અને ડેપ્યુટી મેયરના ભત્રીજાએ ઢાબામાં તોડફોડ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
મળતી જાણકારી મુજબ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના મહેમાન સન્ની પાજીના ઢાબામાં જમવા ગયા હતા. મહેનાન પાસેથી રૂપિયા ન લેવા સન્ની પાજી સાથે વાત કરી હોવાની વિગત મળી રહી છે. સન્ની પાજીએ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના મહેમાન પાસેથી રૂપિયા લઈ લેતાં નરેન્દ્રસિંહ જાડેજાનો ભત્રીજો ઉશ્કેરાયો હતો. નરેન્દ્રસિંહ જાડેજાના ભત્રીજાએ ઉશ્કેરાઈને સન્ની પાજીના ઢાબામાં તોડફોડ કર્યાની વિગતો પ્રકાશમાં આવી છે.
Post Views: 45