બિગ બજાર નજીક અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ, શેઠિયાઓને બચાવી લેવાયા તારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરી નાંખ, તમારા જેવાં સાંજ પડે એટલે કેટલાય આવે કહી ક્રિષ્ના કોંક્રિટના સંચાલકોની ચોરી માથે સીનજોરી
ભારે વાહન પ્રતિબંધનું જાહેરનામું છતાં ધોળા દિવસે વાહનોની હેરફેર
રાજકોટમાં વાહનચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, ત્યારે 150 ફૂટ રિંગરોડ પર ભારે વાહનોને પ્રતિબંધનું પોલીસ કમિશ્નરનું જાહેરનામું હોવાં છતાં બેરોકટોક ટ્રક સહિતના ભારે વાહનો શહેરમાં દોડી રહ્યાં છે. આમ છતાં પોલીસ મુકપ્રેક્ષક બની રહી છે. હાલમાં જ બિગ બજાર પાસે ક્રિષ્ના કોંક્રિટનો ટ્રક ચાલક બેકાબુ બન્યો હતો અને દસેક વાહનોનોને હડફેટે લઈ કડુચલો બોલાવી દિધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતાં માનવ હેમરાજભાઈ ધોલીયા (24) ગઈકાલે તે સાંજના પાંચેક વાગ્યાના પોતાનું બાઈક લઇ 150 ફૂટ રિંગરોડ પર બિગ બજાર સામે આવેલ ઇમ્પીરીયલ હાઇટસમાં કામથી ગયેલ હતો. જ્યાં તેણે પોતાનું બાઈક ઈમ્પીરીયલ હાઇટસની દીવાલ પાસે પાર્ક કરી અંદર ગયો હતો. થોડીવાર બાદ બહાર આવતા એક ટ્રક નં. જીજે-03-એચઈ-2353નો ચાલક પુરપાટ ઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી ધસી આવ્યો હતો અને તેમનું પાર્ક કરેલ બાઈક અને અન્ય વાહનોને હડફેટે લઇ દીવાલમાં ઘૂસી ગયો હતો.
બેકાબુ બનેલ ટ્રકના ચાલકે દસેક જેટલા વાહનોને હડફેટે લીધાં હતાં. જે બાદ ટ્રક ક્રિષ્ના કોંક્રિટના હોવાનું ખુલતાં વાહન ચાલકે ક્રિષ્ના કોંક્રિટના સંચાલકને ફોન કરતાં જવાબ મળ્યો હતો કે, તારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરી નાંખ, તમારા જેવાં સાંજ પડે એટલે કેટલાય આવે કહી ચોરી માથે સીનજોરી જેવું વર્તન કર્યું હતું. આ મામલે ફરિયાદીએ 100 નંબરમાં કોલ કરી પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સમગ્ર મામલે ક્રિષ્ના કોંક્રિટના સંચાલકને છાવરી લેવામાં આવ્યા છે. ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
ક્રિષ્ના કોંક્રિટની અભેલ જલુ લાજવાના બદલે ગાજ્યો
બીગબજાર પાસે બેકાબુ બનેલ ટ્રકના ચાલકે દસેક જેટલા વાહનોને હડફેટે લીધાં હતાં. જે બાદ ટ્રક ક્રિષ્ના કોંક્રેટના હોવાનું ખુલતાં વાહન ચાલકે ક્રિષ્ના કોંક્રેટના સંચાલકને ફોન કરતાં જવાબ મળ્યો હતો કે, તારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરી નાંખ, તમારા જેવાં સાંજ પડે એટલે કેટલાય આવે કહી ચોરી માથે સીનજોરી જેવું વર્તન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના કોંક્રીટના સંચાલક એભલ જલુને મનપા તથા પોલીસમાં ઉચ્ચ ધરબો ધરાબો હોવાથી તેના ટ્રકો માતેલા સાંઢની માફક ફરતા હોય છે ત્યારે તેનું કોઈ કશું બગાડી નહીં શકે તેવો ઓવરકોન્ફિડન્સ લઈ ફરનારા વિરુદ્ધ જનલાભાર્થે કડક કાર્યવાહી જરૂરી છે.