ભૌગોલિક ટેન્શનને કારણે ક્રૂડતેલમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અન્યથા ઘણા વખતથી દબાણ હેઠળ હતા. બ્રાન્ટ ક્રૂડ એક તબકકે 70 ડોલરથી પણ નીચે ઉતરી ગયું હતું તે હવે ફરી 75 ડોલરને પાર થઇ ગયું હતું.
ક્રૂડમાં તાજેતરની મંદીને આગળ ધરીને નિષ્ણાંતો એવું માનતા હતા કે ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં લીટરે 2 થી 3 રુપિયાનો ઘટાડો શક્ય બની શકે તેમ છે. સરકાર તહેવારોની ગીફટ આપી શકે. જો કે સરકાર દ્વારા કાંઇ કહેવામાં આવતું નહતું.
હવે વિશ્વસ્તરે જ ક્રૂડમાં ઉછાળાને પગલે ભારતમાં ઇંધણ સસ્તુ થવાની આશા પર પાણી ફરી વળે તેમ છે.
Post Views: 35