ઈઝરાયેલ પર હુમલા બાદ હવે ઈરાનમાં ભયનો માહોલ છે. ઈરાને તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે તમામ ફ્લાઈટો પણ રદ્દ કરવામાં આવી છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યાં અનુસાર ઈરાને તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે.
જોર્ડન અને ઈરાકે પણ એર સ્પેસ બંધ કરી દીધી છે મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયેલ પર 181 બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈઝરાયેલે એક કલાક માટે તેની એરસ્પેસ અને એરપોર્ટ બંધ કરી દીધું હતું.
જોર્ડન અને ઈરાકે પણ સુરક્ષાનાં કારણોસર તેમની એરસ્પેસને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગળનાં આદેશ સુધી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતાં તેનાં નાગરિકો માટે એડવાઈઝરી જારી કરતાં કહ્યું કે ઈરાનમાં રહેતાં ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ. ઈરાનની મુસાફરી ન કરવી અને તહેરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.