ઈરાન દ્વારા ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે તેનાં નાગરિકોને સતર્ક રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચના મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.
ભારતીય દૂતાવાસે તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, “સાવચેતી રાખો, દેશની અંદર બિનજરૂરી મુસાફરી ટાળો, અને બોમ્બ સેલ્ટરથી નજીક રહો. એમ્બેસી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને અમારાં તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલના અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે.
“કોઈપણ કટોકટીના કિસ્સામાં, દૂતાવાસની હેલ્પલાઈન નંબર +972-547520711 +972-543278392 પર સંપર્ક કરવા જણાવ્યું હતું , સાથે જે નાગરિકોએ નોંધણી નથી કરાવી તેને દૂતાવાસ સાથે https://forms.gle/ftp3DEXgJwH8XVRdA લિંક પર નોંધણી કરાવવા જણાવાયું છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં સંઘર્ષમાં વૃદ્ધિ કરતાં, ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. એક નિવેદનમાં, આઇડીએફએ અહેવાલ આપ્યો છે કે તમામ ઇઝરાયેલી નાગરિકો હાલમાં બોમ્બસેલ્ટરમાં છે કારણ કે ઇરાન તરફથી ઇઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યાં છે.
આઇડીએફએ પણ નોંધ્યું છે કે, હિઝબોલ્લાહ નિર્દોષ નાગરિકો પર રોકેટ છોડીને, ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરી રહ્યું છે. જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઈઝરાયેલ પર 102 મિસાઈલો છોડવામાં આવી હતી જેમાં અંદાજે 10 મિલિયન નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં