અમેરિકામાં થયેલા એક કાંડમાં કથિત સંડોવણી બદલ 22 વર્ષના એક ગુજરાતી સ્ટૂડન્ટ કુશ પટેલને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. કુશ પટેલ કનેક્ટિકટના બ્રિજપોર્ટમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
હાલ તે યુનિવર્સિટી ઓફ નોર્થ અમેરિકાના સેકન્ડ યરનો સ્ટૂડન્ટ છે. જોકે, ભણવાની ઉંમરે હાલ જેલભેગા થયેલા આ ગુજરાતી યુવક પર રોડ આયલેન્ડમાં રહેતા એક વૃદ્ધ પાસેથી બે લાખ ડોલર પડાવવાના સ્કેમમાં સામેલ હોવાનો આરોપ છે.આરોપ સાબિત થાય તો 20 વર્ષની જેલ અને 2થી 5 લાખ ડોલરનો દંડ થઈ શકે છે.
ડિસ્ટ્રિક્ટ ઓફ રોડ આયલેન્ડની એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર કુશ જિતેન્દ્રકુમાર પટેલને પોલીસે 21 સપ્ટેમ્બરના રોજ વિક્ટિમ પાસેથી ગોલ્ડનું પેકેજ લેતા રંગેહાથ ઝડપાયો હતો.
ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરાયા બાદ ડિટેઈન કરાયો હતો. 22 વર્ષના કુશ પટેલ પર વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગ સહિતના ચાર્જિસ લગાવવામાં આવ્યા છે, ઈન્વેસ્ટિગેટિવ એજન્સીનો એવો પણ દાવો છે કે કુશ પટેલ જે સ્કેમમાં કથિત સંડોવણી ધરાવે છે તેમાં વિક્ટિમ પાસેથી બે લાખ ડોલર ગોલ્ડનું પેકેજ પડાવવામાં આવ્યું હતું.