April 1, 2025 4:22 am

હવે ઇઝરાયલની સેના લેબનાનમાં ઘુસવા તૈયાર : મધ્ય પૂર્વમાં નવા ભડકાનો ભય

ગત વર્ષે ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ આ વિસ્તારમાં સર્જાયેલી અશાંતિ હવે મોટો ભડકો કરે તેવો ભય છે.  છેલ્લા કેટલાક દિવસથી ઇઝરાયલી સેનાએ તેના આક્રમણનું કેન્દ્ર હમાસ બાદ લેબનાનમાં હિઝબુલ્લા ગેરીલા સંગઠન ભણી ફેરવ્યું હતું અને છેલ્લા ત્રણ દિવસમાં લેબનાનમાં ભારે હવાઇ હુમલા અને હજારો ટન બોમ્બ વરસાવ્યા બાદ હવે  ઇઝરાયલની સેનાને ગમે તે સમયે લેબનાનમાં ઘુસવા માટે તૈયાર રહેવા આદેશ આપતા જ અમેરિકા સહિતના દેશો ભડકી ગયા છે.

ઇઝરાયલના લેબનાનના હુમલામાં અત્યાર સુધીમાં પપ0થી વધુ લોકોના મોત થયા હતા. અગાઉ ઇઝરાયલે બૈરૂત અને તેના આસપાસના વિસ્તારમાં પહેલા પેજર વિસ્ફોટક અને બાદમાં વોકીટોકી અને સોલાર પેનલ વિસ્ફોટથી ભયનું સામ્રાજય ફેલાઇ દીધુ હતું અને બાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઇઝરાયલમાંથી હજારો રોકેટ અને મિસાઇલથી લેબનાનને તબાહ કરવાનું શરૂ કરીને આ લડાકુ સંગઠનની સૈન્ય શકિતને પાંગળી કરી દેવાનો અને તોડી પાડવાનો વ્યુહ અપનાવ્યો છે.

ગઇકાલે ઇઝરાયલી હવાઇ દળના વિમાનોએ લેબનાનમાં ભારે બોમ્બ વર્ષા કરી હતી અને તેમાં પણ તબાહીના દ્રશ્યો છે. તે સમયે જ હવે ઇઝરાયલ સેનાના વડા લેફ.જનરલ હેરજી હાવેલીએ સૈન્યને ગમે તે સમયે લેબનાનમાં ઘુસવા માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે અને ઇઝરાયલ તેમજ લેબનાનની ઉતરીય સીમા પર ભારે સેનાનો ખડકલો શરૂ કરી દીધો છે.

અગાઉ 2006માં ઇઝરાયલે લેબનાનમાં ઘુસીને હુમલા કર્યા હતા અને હવે ફરી એક વખત આ પ્રકારે હુમલાની તૈયારી કરતા જ મધ્ય પૂર્વમાં નવો જબરો તનાવ સર્જાઇ ગયો છે. ઇઝરાયલની સેનાના  ભયથી હજારો લેબનાની નાગરિકો સીરીયા બાજુ હિજરત કરવા લાગ્યા છે પાંચ લાખથી વધુ લોકોએ લેબનાન છોડયુ હોવાના અહેવાલ છે.

તો બીજી તરફ આ વિસ્તારમાં વસતા ભારતીય નાગરિકોને પણ સલામત સ્થળે ખસી જવા ભારતે એડવાઇઝરી જાહેર કરી છે. ઇઝરાયલની સેનાના વડાએ કહ્યું કે હિઝબુલ્લાને હવે કાયમ માટે દફનાવી દેવાની તૈયારી છે અને જરૂર પડે અમે ઘુસણખોરી પણ કરીશુ.

યુધ્ધ વિસ્તરતુ રોકવા અમેરિકા એકશનમાં : તબાહીની ચિંતા
ઇઝરાયલની સેનાએ હવે બૈરૂતમાં ઘુસવાની તૈયારી કરતા જ અમેરિકાની ચિંતા વધી ગઇ છે અને આ ક્ષેત્રમાં તનાવ ઘટાડવા માટે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટર્ની બિંકનને બંને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે અને કહ્યું છે કે જો યુધ્ધ થશે તો પશ્ર્ચિમ એશીયામાં તબાહી આવી શકે છે. આ ઉપરાંત ફ્રાન્સ અને અન્ય દેશોએ પણ શાંતિ માટે અપીલ કરી છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE