છેલ્લા કેટલાંક સમયથી સોશ્યલ મીડીયા પર જયોર્જીયા મેલોની અને વડાપ્રધાન મોદીનાં ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે ત્યારે હવે આ યાદીમાં ઈલોન મસ્કનું પણ જોડાઈ ગયુ છે.હાલમાં જ અમેરીકાના અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક અને ઈટલીના પ્રમુખ જયોર્જીયા મેલોનીની એક તસ્વીર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસ્વીરમાં બન્ને એકબીજાની આંખોમાં આંખો પરોવીને વાતો કરતા જોવા મળી રહ્યા છે. આ તસ્વીર પરથી લોકો બન્નેની ડેટીંગની વાતો કરી રહ્યા છે. તાજેતરમાં જયોર્જીયા મેલોની એક ઈવેન્ટમાં એલોન મસ્કને મળ્યા હતા આ મુલાકાતની તસ્વીર સોશ્યલ મીડીયા પર વાયરલ થઈ રહી છે.
ત્યારે હવે આ વાયરલ તસ્વીર પર એલોન મસ્ક એ પોતાનો જવાબ રજુ કર્યો છે. તેઓએ જણાવ્યું કે અમે ડેટ નથી કરી રહ્યા. મંગળવારે ન્યુયોર્કમાં એક કાર્યક્રમમાં મસ્કે પણ મેલોનીની પ્રસંસા કરી હતી તેણે મેલોનીને પ્રમાણીક અને સત્યાદી વ્યકિત ગણાવી હતી.