મુંબઇમાં ભારે વરસાદના લીધે ઇન્ટરનેશનલ ડોમેસ્ટીક હવાઇ સેવાને મોટી અસરના પગલે મુંબઇ-રાજકોટ વચ્ચેની હવાઇ સેવાને આંશીક અસર પડી છે. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડોમેસ્ટીક હવાઇ સેવાને ભારે વરસાદના લીધે વિક્ષેપ પડી રહ્યો છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સવારે ઇન્ડિગો એર લાઇન્સ કંપનીની મુંબઇ-રાજકોટ-મુંબઇ ફલાઇટ મુંબઇમાં ભારે વરસાદના લીધે એક કલાક ડીલે થઇ હતી. ત્યારબાદ બપોરે 12:15 કલાકે આવતી મુંબઇ-રાજકોટ-મુંબઇ ફલાઇટ પણ દોઢ કલાક ડીલે થતા પ્રવાસીઓને એરપોર્ટ પર પ્રતિક્ષા કરવી પડી હતી.
મુંબઇ ખાતેના ભારે વરસાદના પગલે રાજકોટ-મુંબઇની હવાઇ સેવાને દિવસભર અસર પડી હતી. જયારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુંબઇ સિવાયની અન્ય ફલાઇટોનું નિર્ધારીત સમયે આવાગમન શરૂ રહ્યું હતું.
Post Views: 91