સોનાના ભાવ સતત છેલ્લા સપ્તાહથી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે. સોનું આસમાને પહોંચતા સામાન્ય વર્ગ માટે ખરીદવું મુશ્કેલ બની ગયું છે. ગઇકાલે સ્થાનિક બજારમાં સોનું 77750 રૂપિયા થયું હતું.
તેમજ સોનાની પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. ચાંદીમાં પણ ગઈકાલે 2450 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને ચાંદી 93350 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી ગયું હતું.
ત્યારે આજરોજ સોનાના ભાવ રૂ.350ના વધારા સાથે સોનું રૂ.78000 અને ચાંદીના ભાવ રૂ.1150 ના વધારા સાથે ચાંદી રૂ. 94500 ની ભાવ સપાટીએ પહોંચ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ, સોના-ચાંદીમાં થતાં ભાવ વધારાનું કારણ વિશ્વમાં ચાલી રહેલ ઇઝરાયલ અને યુક્રેનના યુદ્ધને કારણે વિશ્વ બજારમાં ઉથલપાથલ તેમજ અમેરિકામાં મંદીને કારણે ભાવ વધારો થયેલ છે. નવરાત્રી અને દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ વધતા ઘરાકી પર પણ અસર થવાની સંભાવના છે.
Post Views: 110