ભચાઉ હાઈવે પર ભાભરથી સ્કોર્પિયો કારમાં આવી રહેલા મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો હતો.સામખીયાળી તરફથી પુરપાટે આવતી કાર ઉભેલા ડમ્પરની પાછળ ભટકાઈ હતી જેમાં બે મહિલાના ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.કારમાં સવાર અન્ય બે મહિલા અને ડ્રાયવરને ઈજાઓ પહોચતા સારવાર તળે ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે બપોરે ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ભાભર તાલુકાના મીઠા ગામથી સ્કોર્પિયો કાર નંબર જીજે 15 સીકે 9555 વાળીમાં પાંચ મહિલા અને ડ્રાયવર સહીત છ લોકો આદિપુર જઈ રહ્યા હતા.એ દરમિયાન કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ઉભેલા ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. પુરપાટે આવતી કાર અથડાયા બાદ 24 વર્ષીય રસીદાબાનુ ઇલીયાસખાન બલોચ,45 વર્ષીય હમીદાબાનુ દોલતખાન બલોચ અને 40 વર્ષીય નુરજહાંબાનુ કાયમખાન બલોચનું કરુણ મોત થયું હતું.માર્ગ અકસ્માતની ગોજારી દુર્ઘટનામાં કારમાં સવાર બે મહિલાઓનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.જયારે એક મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
ગોજારી માર્ગ દુર્ઘટનામાં કારમાં સવાર 18 વર્ષીય સબાનાબેન કયામતખાન,32 વર્ષીય સાયલાબેન નૂરખાન બલોચ અને કારના ચાલકને ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા તેમજ વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનો દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળ પર પસાર થઈ રહેલા એક રીક્ષા ચાલક અને અન્ય વાહન ચાલકે જણાવ્યું કે,સામખયાળી તરફથી આવી રહેલ કાળા કલરની સ્કોર્પિયો કાર હવાની જેમ નીકળી હતી.જેની અંદાજીત ઝડપ 120 થી પણ વધુ હોય તેવું દેખાયું હતું.જેના કારણે ડમ્પર સાથે ધડાકાભેર અથડાયા બાદ સ્કોર્પિયોના પાછળના બન્ને ટાયર ફાટી ગયા હતા