ભટિંડા-દિલ્હી રેલ્વે ટ્રેક પર બાંગી નગર પાસે સરિળો લગાવીને અસામાજિક તત્વો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલવે કર્મચારીઓની તત્પરતાને કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. હાલ રેલ્વે અધિકારીઓ, રેલ્વે પોલીસ અને જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી છે.
રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ એક માલગાડી પસાર થવાની હતી. આ દરમિયાન રેલ્વે ટ્રેક પર કોઈ અનિચ્છનીય બનાવ બનવાના ભયથી રેલ્વે ડ્રાઈવરે કેબીન મેન સાથે મળીને ટ્રેન રોકી હતી. આ બાબતની માહિતી રેલવે અધિકારીઓ અને જીઆરપીને આપવામાં આવી હતી.
જીઆરપી અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે જાડો સળિયો લગાવી દીધો હતો, જે ટ્રેનને ઉથલાવી દેવાનું ષડયંત્ર હોવાનું માનવામાં આવે છે. હાલમાં રેલવે અધિકારીઓ અને આરપીએફ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આ ટ્રેક પર દરરોજ 6 મેલ ટ્રેનો દોડે છે. હજારો મુસાફરોના જીવ જોખમમાં આવી શકે છે.
આ પહેલાં પણ દેશનાં અલગ-અલગ ભાગોમાં આવાં જ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રેલવે ટ્રેક સાથે છેડછાડ કરનારા અને કોઈપણ પ્રકારની બેરિકેડ લગાવીને ટ્રેનને તોડી પાડવાનો પ્રયાસ કરનારાઓ સામે દેશદ્રોહનો કેસ નોંધવાની સૂચના આપવામાં આવી છે.