શેરબજારમાં આઇપીઓના માર્ગે 1.36 ટ્રીલીયન ડોલરનું વધારાનું માર્કેટકેપ મેળવનાર બજાજ હાઉસીંગ ફાઇનાન્સ દેશની સૌથી મોટી અને રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરતાં વધુ મૂલ્યવાન ફાયનાન્સીયલ ગૃહ બની ગયેલ છે.
દેશમાં સ્ટેટ બેંક ઉપરાંત એચડીએફસી અને આઇસીઆઇસી બેંક મોટાભાગના ફાયનાન્સીયલ ક્ષેત્ર પર કબજો ધરાવે છે. ઉપરાંત વિમા એસેટ્સ મેનેજમેન્ટ ઉપરાંત અન્ય ફાયનાન્સીયલ બીઝનેશમાં તેનો દબદબો છે. પરંતુ હવે બજાજ ગ્રુપ તેમને પડકાર ફેંકી રહ્યું હોય તેવા સંકેત છે.
બજાજ ગ્રુપની કંપની બજાજ ફીનસર્વ, બજાજ ફાયનાન્સ અને નવી લીસ્ટેડ બજાજ હાઉસીંગ ફાયનાન્સએ તેને ઓવરટેક કરી લીધી છે અને તે ત્રીજી સૌથી મોટી મૂલ્યવાન કંપની બની ગઇ છે.
પ્રથમ ક્રમે એચડીએફસી ગ્રુપનું માર્કેટકેપ 15.75 લાખ કરોડ બીજા ક્રમે આઇસીઆઇસીઆઇ 11.95 લાખ કરોડ અને ત્રીજા ક્રમે બજાજ ગ્રુપ 10.36 લાખ કરોડ નોંધાયું છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું માર્કેટકેપ 9.60 લાખ કરોડનું નોંધાયું છે. આમ તે દેશની ટોચની ફાયનાન્સીયલ કંપની બનાવ આગળ વધી રહી છે.