September 21, 2024 4:23 pm

ત્રણ વર્ષમાં 62.44 કરોડના નવા રોડ બન્યા : ડામરના 39 નમુના ફેઇલ

મ્યુનિ. કોર્પોરેશનની આજની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર હિરેન ખીમાણીયાના એકશન પ્લાન હેઠળના ડામર કામોની ત્રણ વર્ષની કામગીરી કમિશ્ર્નરે રજૂ કરી હતી પરંતુ રાજકીય હોહા વચ્ચે કમિશ્ર્નર જવાબ આપતા રહ્યા હતા અને કોર્પોરેટરો રાજકીય જવાબોમાં વ્યસ્ત રહ્યાનું દેખાતું હતું!
કમિશ્ર્નરે ઝોનવાઇઝ અને વોર્ડવાઇઝ ડામર રોડની કામગીરીની માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે ર0ર1-22ના વર્ષમાં રર.70 કરોડના ખર્ચે 77 કિ.મી., ર0રર-23માં ર1.7પ કરોડના ખર્ચે 64.રર કિ.મી. અને 2023-24માં 17.99 કરોડના ખર્ચે પ3.પ9 કિ.મી.ના ડામર રોડ બનાવવામાં આવ્યા છે. ત્રણ વર્ષમાં 62.44 કરોડના ખર્ચે 19પ.31 કિ.મી.ના ડામર અને રીકાર્પેટના કામો કરવામાં આવ્યા છે. હાલ નવા એકશન પ્લાન મુજબ ડામર રોડ માટેના ટેન્ડર બહાર પડાયા છે અને તા.4-10ના રોજ ભાવ ખુલવાના છે.

બીજી તરફ દેવાંગ દેસાઇ સવાલના જવાબ આપતા રહ્યા હતા. અન્ય માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ર0ર1-22માં ડામર રોડના કુલ 9રપ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 1પ નમુના ફેઇલ ગયા હતા. ર0રર-23માં 103પ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર ચાર સેમ્પલ ફેઇલ થઇને રીજેકટ થયા હતા. ર0ર3-24માં  1079 ડામરના નમુના લેવામાં આવતા 18 સેમ્પલ ફેઇલ ગયા હતા તો ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ર7પ સેમ્પલ લેવામાં આવતા બે નમુના ફેઇલ ગયા છે.

ફેઇલ નમુનાવાળા માલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને રીજેકટ કરવા સાથે આ માલનું પેમેન્ટ કટ્ટ કરવામાં આવે છે તેવું પણ કમિશ્ર્નરે કહ્યું હતું જોકે ભાજપના સભ્યોએ આવા ‘પારદર્શક’ કામ બદલ તંત્રને અભિનંદન પણ આપ્યા હતા.

♦કપાત, પ્લાન મંજૂરી અંગે સવાલ પૂછાતા ટીપીઓ દોડતા થઇ ગયા
♦મોટા મવા સ્કીમ અંગે નેહલ શુકલએ વિસ્તૃત વિગતો માંગી

રાજકોટ, તા. 20
જનરલ બોર્ડમાં ટીપી ર4 મોટા મવામાં સરકારે મોકલેલા સુધારાની દરખાસ્ત મંજૂર કરતા પૂર્વે કોર્પોરેટર ડો. નેહલ શુકલએ નોન ટીપી પ્લોટ અને પ્લાન અંગે માહિતી પૂછતા ટીપીઓ પંડયા પાસે હાજરમાં માહિતી ન હતી જે બાદમાં આપી દેવા તેઓએ સભ્યને કહ્યું હતું. નોન ટીપી પ્લોટ, વેલીટીડેશન, 40 ટકા કપાતનો સવાલ તેમણે પૂછયો હતો. નોન ટીપીમાં પ્લાન મંજૂર થતા નથી. આ સવાલો મૂકતા ટીપીઓ પંડયા બોર્ડ બાદ તાબડતોબ માહિતી તૈયાર કરવા લાગ્યા હતા!

♦મેયરની સૂચના તત્કાલ નહીં માનતા માર્શલ સ્ટાફ  સામે પણ કાર્યવાહી કરો : જયમીન ઠાકર લાલઘુમ 

♦અધ્યક્ષનો આદેશ છતાં ઢીલ કેમ : દર્શિતાબેન-લીલુબેનની પણ સૂચના

રાજકોટ, તા. 20
રાજકોટ મહાપાલિકાના આજે મળેલા જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વધુ એક વખત ખેંચાખેંચી થઇ હતી.  આ સમયે વિરોધ સાથે પ્લેકાર્ડ ફરકાવતા કોંગી કોર્પોરેટરોને સભા ગૃહ બહાર કાઢવા મેયરે આદેશ કર્યા બાદ પણ માર્શલ સ્ટાફે ઢીલ કરતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે તેઓ સામે કાર્યવાહી કરવા પણ સભામાં મેયરને ભલામણ કરી દીધી હતી.

સભામાં નિયમ ભંગ સાથે કોઇ સભ્યો ગેરશિસ્ત કરે તો તેની સામે અધ્યક્ષ તરીકે મેયર પગલા લઇ શકે છે. આ બદલ આજે નયનાબેને માર્શલ સ્ટાફને બોલાવીને કોંગી કોર્પોરેટરોને ગૃહ બહાર મોકલવા આદેશ આપ્યો હતો. પરંતુ વશરામભાઇ સહિતના સભ્યોએ દેકારો અને રકઝક ચાલુ રાખતા માર્શલ પણ ધીમી ગતિએ કામ કરતા હતા. આ સમયે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે આવી ઢીલ બદલ અને મેયરની સૂચના તત્કાલ ન માનવા બદલ માર્શલ સ્ટાફ સામે પણ કાર્યવાહી કરવા કહી દીધુ હતું. આ બાદ કોંગી કોર્પોરેટરોને બહાર લઇ જવાયા હતા.

ધારાસભ્ય ડો.દર્શિતબેન શાહ, શાસક નેતા લીલુબેન જાદવે પણ આ સૂચનાનો તાત્કાલીક અમલ કરવા વિજીલન્સને કહ્યું હતું.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE