September 21, 2024 4:15 pm

એમજીએ કોમેટની કિંમતમાં 2 લાખનો ઘટાડો કર્યો

ઈલેક્ટ્રિક વાહનોના બજારમાં ભાવ વધી રહ્યાં છે, જેમાં જેએસડબ્લ્યુ એમજી મોટરે આ સેગમેન્ટમાં તેની કિંમત રૂ. 5 લાખ રાખી છે. એમજી કોમેટ હવે બેટરી ભાડા વિકલ્પ સાથે પહેલાં કરતાં વધુ સસ્તી થઈ છે.

એમજીએ દેશમાં કોમેટ ઈવી મોડલ સાથે ભારતમાં બેટરી ભાડે આપવાનો વિકલ્પ મેળવનારી સૌપ્રથમ ઇલેક્ટ્રિક ઓફરિંગ કંપની બની છે, જેમાં બેટરી ભાડા 2.5 રૂપિયા પ્રતિ કિ.મી. છે.

એમજી કંપનીએ તેનાં બેટરી મોડલ કોમેટ મિની ઇલેક્ટ્રિક કારની કિંમત 2 લાખ ઓછી કરી છે હવે રૂ. 5 લાખની કિંમતે ઉપલબ્ધ છે. એમજીએ જણાવ્યું હતું કે કોમેટની નવી કિંમત પ્રમાણે લોકોને પ્રતિ કિમી કાર ચલાવવા માટે 2.5 રૂપિયા બેટરી ભાડાનાં ચુકવવા પડશે.

આ બીજી વખત છે જ્યારે મોડલની કિંમતમાં ઘટાડો થયો છે કારણ કે અગાઉ તેમાં રૂ. 1 લાખનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે કોમેટ ઈવી મોડલમાં દેશની સૌથી સસ્તી કાર છે. તે પછી ટાટા ટીઆગો આવે છે જેની કિંમત 8 લાખ રૂપિયા છે.

જેએસડબ્લ્યુ એમજી મોટરના ચીફ કોમર્શિયલ ઓફિસર સતીન્દર સિંહ બાજવાએ જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે બેટરી-એ-એ-સર્વિસ આપવાની આ અનોખી પહેલ દેશમાં શૂન્ય-ઉત્સર્જન કારને અપનાવવાને વેગ આપશે.

અમે સરળ માલિકી માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે, જે અમારી ઇવીને પહેલાં કરતાં વધુ સુલભ બનાવે છે.” કંપનીએ વિન્ડસર ઇલેક્ટ્રિક એસયુવીના લોન્ચ સાથે બેટરી ભાડે આપવાનું મોડલ શરૂ કર્યું હતું, જેની એન્ટ્રી કિંમત રૂ.10 લાખ છે, જેમાં પ્રતિ કિમી રનના ચાર્જ રૂ.3.5 છે. કોમેટ સિંગલ ચાર્જ પર 230 કિલોમીટરની રેન્જનું વચન આપે છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE