સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી છે.અમેરિકન ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાતનો વીડિયો YouTube ચેનલ પર દેખાઈ રહ્યો છે. XRP ક્રિપ્ટોકરન્સી યુએસ સ્થિત કંપની રિપલ લેબ્સે ડેવલપ કરી છે. સુપ્રીમ કોર્ટ બંધારણીય બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કેસો અને જનહિત સાથે સબંધિત કેસોની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે.
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ક્રિપ્ટોકરન્સી XRPનો એક એડ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. આ XRP ક્રિપ્ટોકરન્સી યુએસ સ્થિત કંપની રિપલ લેબ્સ દ્વારા બનાવવામાં આવી છે. નોંધનીય છે કે આ યુટ્યુબ ચેનલ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ સૂચિબદ્ધ કેસો સંબંધિત કેસોની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમ છે. સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ છેલ્લી સુનાવણીનો વીડિયો હેકર્સ દ્વારા ખાનગી બનાવી દેવામાં આવ્યો હતો.
આઇટી ટીમે યુટ્યુબ ચેનલને પુનઃપ્રાપ્ત કરવાની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, ‘તેમની પાસે હજી સુધી આ વિશે યોગ્ય માહિતી નથી, પરંતુ વેબસાઇટ સાથે છેડછાડ કરવામાં આવી છે. શુક્રવારે સવારે આ વાત સામે આવી અને સુપ્રીમ કોર્ટની IT ટીમે આ મામલો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) પાસે ઉઠાવ્યો.