ફિલ્મોના શોખીન લોકો હંમેશા એ બાબતમાં રસ લેતા હોય છે કે મોટા મોટા સ્ટાર્સ પોતાની ફિલ્મોમાં કેટલો ચાર્જ વસુલતા હોય છે, દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ અને તમને જો એમ લાગતુ હોય કે શાહરૂખ, સલમાન અને આમીરખાન જ સૌથી વધુ ફી માગનારા એકટર છે તો આ સાચુ નથી.
મીડીયા રીપોર્ટસ મુજબ સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર થલાપતિ વિજયે પોતાની આગામી ફિલ્મ ‘થલપતિ 69’ને લઈને એટલી બધી ફી વસુલી છે કે તે આ ફીથી દેશનો સૌથી વધુ ફી લેનાર સ્ટાર બની ગયો છે.
ખરેખર તો એક રીપોર્ટમાં દાવો કરાયો છે કે એકટર વિજય થલપતિએ ‘થલપતિ 69’ માટે અધધધ 275 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે. જો આ રીપોર્ટ સાચા હોય તો થલપતિ વિજય કોઈ એક ફિલ્મ માટે આટલી મોટી રકમ ચાર્જ કરનાર પ્રથમ ભારતીય એકટર બનશે. જો કે આ બારામાં અધિકૃત માહિતી નથી.
ઉલ્લેખનીય છે કે, વિજય થલપતિની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘જી.ઓ.એ.ટી.’ લઈને પણ એવી વાત બહાર આવી હતી કે આ ફિલ્મ માટે તેણે 200 કરોડ રૂપિયા ફી લીધી હતી.