પરવાનગી વગર ખાનગી ઓપરેટરો દ્વારા ખુલ્લે આમ બુકીંગ સામે ગુજરાત માનવ અધિકારી પંચની કાર્યવાહી
ગુજરાત રાજ્ય હ્યુમન રાઇટ્સ કમિશનને મળેલી મૌખિક ફરિયાદના આધારે સુઓમોટો કોગ્નિઝન્સ લઈને ગીર નેશનલ પાર્ક ખાતે વર્તમાન સમયમાં પ્રતિબંધ હોવા છતાં લાયન સફારી માટે ખાનગી વેબસાઈટ ઓપરેટરો દ્વારા કથિત બિનઅધિકૃત રીતે ચાલતા વેપલા અંગે વનવિભાગના અધિકારીઓનો ખુલાસો માંગવામાં આવ્યો કમિશનને મળેલી મૌખિક ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ગીર નેશનલ પાર્કમાં ઓનલાઈન બુકિંગ માટે ખાનગી ઓપરેટરો દ્વારા વનવિભાગની સત્તાવાર પરવાનગી ન હોવા છતાં ઓનલાઈન બુકિંગ લશજ્ઞિક્ષહશક્ષય બજ્ઞજ્ઞસશક્ષલ લળફશહ.ભજ્ઞળ ના નામે લેવામાં આવે છે.
અને આ પ્રકારની અન્ય ખાનગી વેબસાઇટ અને પોર્ટલ પર બિનઅધિકૃત ઢબે વેપલો ચલાવતી હોવાનું કહેવાય છે ત્યારે કમિશને આ ઘટનાક્રમની ગંભીર નોંધ લઈને ચેરપરસન ઉચ્ચ છે. ડો. કે.જે. ઠાકર દ્વારા વન વિભાગના પ્રિન્સિપલ ચીફ ક્ધઝર્વેશન ઓફ ફોરેસ્ટ, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ સહિતના અધિકારીઓનો ખુલાસો માંગતા પૂછવામાં આવ્યું છે કે, આ ખાનગી વેબસાઈટને પેમેન્ટ્સ લઈને જંગલમાં વાહનો ફેરવવાની સત્તા વનવિભાગ વતી કોણે આપી છે? કમિશનરે વનવિભાગના અધિકારીઓને જણાવ્યું છે કે, આ વેબસાઈટ પરની માહિતી પરથી એવી પ્રતીતિ થાય છે કે, વનવિભાગે એક વ્યક્તિને પેમેન્ટ્સ લિંક દ્વારા લાયન સફારી માટે નાણાં સ્વીકારવાની તથા વાહન આપવાની પરવાનગી આપી હોય એવી છાપ ઉપસે છે.
આ અંગે વન વિભાગમાંથી કયા સ્તરે અને કોણે આ પ્રકારની પરવાનગી કે સત્તા આપી હોવા અંગે એક સપ્તાહમાં ખુલાસો કરવા કમિશને જણાવ્યું છે. કમિશને કહ્યું છે કે, અત્યારે પાર્ક બંધ હોવા છતાં અને વનવિભાગની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન બુકિંગ બંધ હોવા છતાં વનવિભાગ દ્વારા વાહન ફાળવવાની વાત ખાનગી વેબસાઈટ કે પોર્ટલ શી રીતે કરી શકે? એ અંગે પણ જો એક સપ્તાહમાં ખુલાસો ન થાય તો સંભવિત સાયબર ક્રાઈમ એક્શન શા માટે ન લેવા જોઈએ એવી ચેતવણી પણ આપી છે. સાથોસાથ કહ્યું છે કે, આ ખાનગી વેબસાઈટ અને પોર્ટલ ઓપરેટર દ્વારા લેવાતા દરો વનવિભાગના નિર્ધારિત દરો કરતા ખાસ્સા ઊંચા અને મોંઘા છે. વિવેક તિવારી નામની કોઈ એક વ્યક્તિ દ્વારા ચાલતી વેબસાઈટ અંગે પણ કમિશને ખુલાસો પૂછ્યો છે.
ગીર નેશનલ પાર્કની બુકિંગ માટેની ઓફિશિયલ વેબસાઈટ વિિંાંત:લશહિશજ્ઞક્ષ.લીષફ- ફિિ.ંલજ્ઞદ.શક્ષ છે. પરંતુ સર્ચ એન્જિનના માધ્યમથી વેબસાઈટ પર ખાનગી બુકિંગ પોર્ટલ્સના નામ પાર્ક બંધ હોવા છતાં કેવી રીતે ખાનગી વેબસાઈટ કામ કરી શકે? પહેલાં આવે છે. જ્યારે સરકારી વેબસાઈટનું નામ છેક તળિયે દેખાતું હોવાથી સામાન્ય પ્રવાસીઓ ગેરમાર્ગે દોરાય છે. અને ભળતી ખાનગી વેબસાઈટ સત્તાવાર હોય એવું માનીને ઊંચા દર ચૂકવીને મોંઘા ભાવની સેવાઓ મેળવવામાં છેતરાઈ જાય છે.
સરકારી દર કરતા અનેકગણી રકમ ચાર્જ કરતા આ પોર્ટલ અને વેબસાઈટ દ્વારા સામાન્ય નાગરિકો અને ગ્રાહકો છેતરાતા હોય છે. કેટલાક કિસ્સામાં પ્રવાસીઓ દૂરસુદૂર વિસ્તારોમાંથી જંગલમાં આવી જાય ત્યારબાદ પ્રતીતિ થાય છે કે, ખાનગી ઓપરેટર દ્વારા જે સેવાઓ ઓફર કરાઈ હતી એ પ્રાપ્ત થતી નથી. પરિણામે તેઓ છેતરાયાની લાગણી અનુભવે છે. આ સંદર્ભમાં ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા લેવાયેલા પગલાને કારણે ભવિષ્યમાં વહીવટી તંત્ર સાબદું થાય અને આ પ્રકારની વેબસાઈટ પર પ્રતિબંધ મૂકાય તો હજારો પ્રવાસીઓ છેતરાતા બચશે એવું માની શકાય.