આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલીમાં આવનાર હોય અમરેલી જિલ્લામાં ખાતમુહૂર્ત લોકાર્પણ સમારોહ સહિતના કાર્યક્રમ યોજાનાર છે અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ ધારી સાવરકુંડલા તેમજ અમરેલી શહેર માં લોકાર્પણ તેમજ ખાતમુરતના કાર્યક્રમો ગોઠવ્યા છે મુખ્યમંત્રી સવારે 9:00 કલાકે એરપોર્ટ થી સીધા જ નાગનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જશે ત્યારબાદ રાજમહેલમાં એક કાર્યક્રમ પૂર્ણ કરી બસ સ્ટેશન નું લોકાર્પણ કરશે અને ત્યાં સભાને સંબોધ છે શહેરના લાલાવદર રોડ ઉપર સ્પોર્ટ સંકુલ નું રિમોટ દ્વારા લોકર પણ કરશે તેમજ સીટી પોલીસ લાઈનમાં નવા ક્વાર્ટરનું પણ રિમોટ થી ઉદ્ઘાટન કરશે ત્યારબાદ અમરેલીના લાઠી બાયપાસ રોડ થઈ સાવરકુંડલા જશે અને ત્યાંના ધારાસભ્ય કોસવાલ અને ત્યાં ભોજન લેશે ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા રાજુલા જશે અને રાજુલા થી હેલિકોપ્ટર દ્વારા ધારી જશે ધારીમાં નવી ડીવાયુઓએસપી ઓફિસ પોલીસ લાઈન ક્વાર્ટર નું ઉદઘાટન અને આંબરડી પાર્ક ખાતે ઓપન જીપમાં નિરીક્ષણ કરશે આંબરડી પાર્ક ખાતેથી બાય રોડ અમરેલી આવવા રવાના થશે અને દેવરાજીયા ખાતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ત્યાં અલ્પાહાર લેશે ત્યાંથી રાધેશ્યામ હોટલથી બાયપાસ રોડે અમરેલીના એરપોર્ટ ઉપર પહોંચશે અને ત્યાંથી સાંજે નિયત સ્થળ ઉપર જવા રવાના થશે.
અમરેલી ખાતે કરોડો રૂૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બસ પોર્ટનું લોકાર્પણ આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરવાના હોય બસ પોર્ટને નવોદાની જેમ શણગારવામાં આવ્યો છે અને મુસાફર વર્કમાં આ લોકાર્પણને લઈ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.