‘સ્ત્રી 2’ની સફળતાને પગલે એના પ્રકારની જ અને સફળ ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ‘ભૂલભુલૈયા 3’ સાથે ટક્કર ટાળવા રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેઇન’ને પોસ્ટપોન કરશે એવી ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
લેટેસ્ટ વાત એ જાણવા મળી છે કે ‘સિંઘમ અગેઇન’ની રિલીઝ ટળવાની નથી અને એ દિવાળી પર જ આવવાની છે. એટલે જો હવે ‘ભૂલભુલૈયા 3’ પોતાની રિલીઝ-ડેટ આગળ-પાછળ ન કરે તો દિવાળી પર આ મહાયુદ્ધ થઈને જ રહેશે.
‘સિંઘમ અગેઈન’ આમ તો 15 ઑગસ્ટની આસપાસ આવવાની હતી, પણ ફિલ્મનું કામ થોડુંક બાકી હોવાથી એની રિલીઝ-ડેટ પાછળ ઠેલાઈ હતી. ‘સિંઘમ અગેઈન’માં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર અને જેકી શ્રોફ છે. ભૂલભુલૈયા 3’માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત છે.
Post Views: 162