સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: વેપારીઓમાં રોષ
શહેરના ડોન ચોક વિસ્તારમાં નવરાત્રીનો ફાળો ઉઘરાવવા આવેલા લોકોએ વેપારીઓને માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસ કંન્ટ્રોલને જાણ કરવા ફોન કરતા ફોન ઉપાડ્યો નહી જ્યારે બી ડિવીઝનમાં રૂૂબરૂૂ ગયેલા વેપારીઓને તેમનો માત્ર ફોન નંબર લઇ તગેડી મુક્યા હતા. શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે ત્યારે પોલીસ તંત્રએ ફરિયાદ પણ નહી લેતા વેપારીઓમાં રોષ વ્યાપેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ડોન ચોક વિસ્તારમાં કેટલાક લોકો મેઘાણી સર્કલમાં નવરાત્રીની ઉજવણી કરવાના છે તેમ કહી ફાળો ઉઘરાવવા નિકળ્યા હતા.વેપારીઓ દર વર્ષની જેમ 1000 રૂૂપિયાનો ફાળો આપવા તૈયાર હતા પણ ઓછામાં ઓછા 10,000નો ફાળો આપવાનું દબાણ કરતા વેપારીઓએ ના પાડી દેતા આ લુખ્ખા તત્વોએ વેપારીઓની દુકાનમાં તોડફોડ કરી હતી.
આ અંગે પોલીસ કંન્ટ્રોલે 100 નંબર પર ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે ત્રણ વેપારી બી ડિવીઝન પોલીસ સ્ટેશને રૂૂબરૂૂ જતા ઇન્ચાર્જ પી.આઇ.એ ફરિયાદ કે, અરજીની જરૂૂર નથી તેમ કહી વેપારીઓના ફોન નંબર લઇ તેમને તગેડી મુક્યા હતા એમ વેપારીઓએ જણાવેલ છે. આ અંગેના સીસીટીવી ફુટેજ પણ વેપારીઓ પાસે ઉપલબ્ધ છે. જ્યારે આ બનાવ અંગે પી.આઇ. જે.કે.ડામોરે જણાવ્યું હતું કે, વેપારીઓએ કરેલી ફરિયાદ બાબતે તપાસ ચાલી રહી છે. વેપારીઓએ તેઓ પોલીસ સ્ટેશન આવશે તેમ જણાવ્યું છે એટલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.