રોક્ડ સહિત રૂા.41800નો મુદ્દામાલ જપ્ત
જામનગરમાં પોલીસે જુગારના જુદા જુદા બે દરોડા પાડી ઘોડીપાસાનો જુગાર રમતા 1ર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 60 હજાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
જામનગરના રણજિતસાગર રોડ પર પટેલ પાર્ક પાસે કાલિન્દી સ્કૂલની ગલીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલ અમીત સુભાષભાઈ ગંઢા, જયેશ કિશોરભાઈ સોલંકી, બાબુલાલ દિનેશભાઈ ગોહિલ, હિતેષ જેરામભાઈ ઢાંકેચા, મિલન દિલીપભાઈ ગંઢા સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. ર6,800 સહિત કુલ રૂૂપિયા 41,800નો મુદામાલ કબ્જે કર્યો છે.
જ્યારે શહેરના પાણીના ટાંકા પાસે આવેલ સિદી પીરની શેરીમાં બાપુના ડેલા પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલ વિજય નયનભાઈ ચાવડા, ધર્મેન્દ્ર છગનભાઈ ચૌહાણ, અકરમ કાસમ દરજાદા, બુધ્ધદેવ પ્રતાપભાઈ જાલા, ધવલ હરિશભાઈ ચૌહાણ, શ્યામ અનિલભાઈ ધંધુકિયા અને નવિન ભીમજીભાઈ ચાવડા સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 11,પપ0 તેમજ પાંચ મોબાઈલ સહિત કુલ રૂૂપિયા ર0,પ00નો મુદામાલ કબ્જે કર્યો હતો.