ડોડા, કિશ્તવાડ, રામબન જિલ્લામાં ચૂંટણી
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર પડઘમ 16 સપ્ટેમ્બરે જ શાંત થઇ ગયો છે. બીજેપી અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બરાબરનું જોર લગાવી દીધું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડ અને રામવન જિલ્લામાં 3 રેલીને સંબોધિત કરી. જ્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો હાથ બદલશે હાલાત જાહેર કર્યો. આવતીકાલે યોજાનાર પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઇ ગઇ છે.
જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી આવતીકાલે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન પહેલા મતદાન પક્ષો ઇવીએમ સાથે પોતપોતાના મતદાન મથકો માટે રવાના થઈ ગયા હતા. રામવન અને કિશ્તવાડ વિસ્તારથી દ્રશ્યો સામે આવ્યા હતા.
કિશ્તવાડમાં પણ મતદાન પહેલા મતદાન પક્ષો ઇવીએમ સાથે પોતપોતાના મતદાન મથકો માટે રવાના થઈ ગયા છે. 18 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. જે જમ્મુ ક્ષેત્રના ડોડા, કિશ્તવાડ અને રામબન ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલી ચિનાબ ઘાટીની આઠ બેઠકોની સાથે સાથે દક્ષિણ કાશ્મીરની અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ઓગસ્ટ 2019માં કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ રદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.