ચોમાસુ પૂર્ણ થવામાં છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ રોગચાળાના આકડામાં મોટો ઉછાળો આવ્યો છે. એક સાથે 29 ડેંગ્યુના કેસ નોંધાતા તંત્ર દ્વારા ફોગીંગ અને પોરાનાશક સહિતની કામગીરી વધુ ઝડપી બનાવી મચ્છર ઉત્તપતિ સબબ 449 આસામીઓને નોટીસ ફટકારી રૂપિયા 36,700નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. ડેંગ્યુની સાથો સાથ શરદી ઉધરસના 1239 તથા સામાન્ય તાવના 739 અને ઝાડા-ઉલ્ટીના 359 નવા કેસ નોંધાયા છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 439 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 345 અને કોર્મશીયલ 104 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.36,700/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.