દીકરી આરાધ્યા સાથે ફંકશનમાં હાજરી રહી
દુબઈમાં એસઆઇઆઇએમએ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ઐશ્વર્યા રાયે એસઆઇઆઇએમએ 2024 માં ‘પોનીયિન સેલ્વન: ઈંઈં’ માં તેની અદભૂત ભૂમિકા માટે ક્રિટીક્સ એવોર્ડ જીત્યો હતો. અભિનેત્રીએ મણિરત્નમની ફિલ્મમાં નંદિની તરીકે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા અને હવે તેને તેના માટે આ સન્માન મળ્યું છે. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી.
ઐશ્વર્યાને ફિલ્મ નિર્માતા કબીર ખાને સ્ટેજ પર એવોર્ડ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ કહ્યું, નમને એવોર્ડથી સન્માનિત કરવા બદલ એસઆઇઆઇએમએનો ખૂબ ખૂબ આભાર. તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કારણ કે આ ફિલ્મ મારા હૃદયની ખૂબ જ નજીક હતી, પોનીયિન સેલ્વન જેનું નિર્દેશન મારા ગુરુ મણિ રત્નમે કર્યું હતું. શ્રેષ્ઠ અભિનેત્રી માટે પોનીયિન સેલવાનમાં નંદિની તરીકે મારા કામ માટે સન્માનિત થવું એ ખરેખર સમગ્ર ટીમના કામની ઉજવણી છે.
ઐશ્વર્યા પોનીયિન સેલ્વન 2થમાં ડબલ રોલમાં જોવા મળી હતી. અભિનેત્રી નંદિની અને મંદાકિની દેવી તરીકે જોવા મળી હતી. ઐશ્વર્યા રાયની આ ફિલ્મ એક તમિલ નવલકથા પરથી લેવામાં આવી છે. તેમાં કાર્તિ, જયમ રવિ, ત્રિશા, જયરામ, પ્રભુ, આર સરથકુમાર, શોભિતા ધુલીપાલા, ઐશ્વર્યા લક્ષ્મી, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ, રહેમાન અને આર પાર્થિબન પણ સામેલ હતા.